fbpx

જન્માષ્ટમી પૂર્વે શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં ગોવાળી સ્વરૂપે દાળ રોટલી ની પ્રસાદ અપૅણ કરાઈ..

Date:

પાટણ તા. ૨૮
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા વર્ષો પછી જન્માષ્ટમીના બીજા દિવસે ભગવાન શ્રી પદ્મનાભ જી ને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરાતી દાળ રોટી ની પ્રસાદ સ્વરૂપે ગોવાળી પર્વની શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા કબીર મંદિરના વિશાળ પટાંગણ માં ઉજવવામાં આવી હતી.

ગોવાળી નિમિત્તે ભગવાનની પ્રસાદ સ્વરૂપે બનાવેલી દાળ રોટી શ્રી પદ્મનાભ ભગવાન ની સન્મુખ મહંતો ની વાણી દ્વારા અર્પણ કરી આ દાળ રોટીના પ્રસાદને સમાજના પરિવારજનો સહિત રાજકીય- સામાજિક આગેવાનો, ડોકટરો, વકીલો, પત્રકાર મિત્રો સહિત પાટણના પ્રબુધ્ધ નગરજનોએ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

તો પાટણ પ્રજાપતિ સમાજની સમૂહ ગોવાળી પ્રજાપતિ સમાજ ગોવાળી ઉત્સવ સમિતિ દ્વારા શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા રામચંદ્રાવતી હોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં પણ પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દાળ રોટી નો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

શ્રી પદમનાભ મંદિર પરિસર ખાતે જન્માષ્ટમીના બીજા દિવસે કરાયેલી દાળ રોટલી ની ગોવાળી પર્વની ઉજવણીને સફળ બનાવવા સમાજના સેવા
ભાવી યુવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચાલુ વરસાદ માં ભારે જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુર તાલુકા પંચાયત કચેરી ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

સિદ્ધપુર તાલુકા પંચાયત કચેરી ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. ~ #369News