fbpx

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘ મહેર યથાવત રહેતા નીચાણ વાળા વિસ્તારો જળબંબાકાર બન્યા..

Date:

પાટણ તા. 5
પાટણ જિલ્લામાં વરસી રહેલા મેઘરાજાએ ગુરુવારે પણ વહેલી સવાર થીજ વરસવાનું ચાલુ કરતા સવૅત્ર વરસાદી માહોલ જમ્યો હતો. ત્યારે સિદ્ધપુર પંથકમાં સવારે 6 વાગ્યા થી સાજના 4 વાગ્યા સુધી માં 2 ઈંચ થી વધુ વરસાદ પડ્યો હતો તો સરસ્વતી તાલુકામાં પણ 2 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવી પડી હતી.

વરસાદ ના કારણે પાટણ રેલવે ગરનાળા માં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે એક ગાડી ચાલક પોતાની ગાડી લઇ પસાર થતા ગાડી પાણી માં ફસાઈ ગઈ હતી.જેને મહામુસીબતે બહાર કાઢવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ માટે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આગામી ચાર દિવસ વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસી શકે છે. વહેલી સવારથી સિદ્ધપુર પાટણ, હારીજ , ચાણસ્મા, સમી, શંખેશ્વર, સરસ્વતી અને રાધનપુર પંથક માં વરસાદ વરસતા માર્ગો પર પાણી ભરાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધનતેરસના પવિત્ર દિવસે ધનવંતરીની પૂજા કરવામાં આવી..

પાટણ તા. ૧૦પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડોક્ટર સેલ...

સિદ્ધપુરમાં ફેક્ટરીમાં નોકરીએ જવાનું કહીને નીકળેલો કિશોર ઘરે પરત ન આવતા પરિવારમાં ચિંતા, પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી

સિદ્ધપુરમાં ફેક્ટરીમાં નોકરીએ જવાનું કહીને નીકળેલો કિશોર ઘરે પરત ન આવતા પરિવારમાં ચિંતા, પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી ~ #369News