fbpx

પાટણ સાયન્સ સેન્ટર ખાતે પાંચ જિલ્લાના 200 થી વધુ વિદ્યાર્થીઓ એ વૈજ્ઞાનિક પ્રવૃતિઓ કરી..

Date:

પાટણ તા. 6
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 9 સપ્ટેમ્બરના રોજ શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજકોસ્ટ આયોજિત સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, અરવલ્લી અને પાટણ એમ કુલ પાંચ જિલ્લામાંથી શૈક્ષણિક પ્રવાસે આવેલ 200 થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે સહભાગી બન્યા હતા.

વૈજ્ઞાનિક પ્રવૃતિઓમાં સ્ટેમ(સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનીયરીંગ, મેથેમેટિક્સ) આધારિત વર્કશોપ, વૈજ્ઞાનિક-શો, ડ્રોન-શો, બ્રેઈન ફોકસ ગેમ્સ વગેરે નો સમાવેશ થાય છે.

સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી એ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા અને નવીનતા પ્રત્યે તેમનો રસ વધારવા માટે સાયન્સ સેન્ટર નિયમિતપણે આ પ્રકારની વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. જેથી વિદ્યાર્થીઓને યોગ્ય વૈજ્ઞાનિક જ્ઞાન અને તાલીમ પ્રાપ્ત થાય, અને નાણાંકીય મર્યાદા વિના દરેક વિદ્યાર્થીઓ આની ઉપલબ્ધતાઓનો લાભ લઈ શકે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ખેડૂતોની જમીન સંપાદનની રૂ. 8.31 લાખની રકમ નહિ ચૂકવાતાં કોટૅ ના આદેશ ને લઇ ચાણસ્મા નમૅદા નિગમની ઓફિસ સીલ કરાઈ..

પાટણ.૨૮બહુચરાજી તાલુકાના મોઢેરા ગામના 10 ખેડૂતોની નર્મદા નહેરના રોડ...