fbpx

કુણઘેરના શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રેતીનું શિવલિંગ બનાવી મહિલાઓએ કેવડા ત્રીજ નું પૂજન કર્યું..

Date:

પાટણ તા. ૬
પાટણ ના કુણઘેર ગામે આવેલ શ્રી રામેશ્વર મહાદેવના મંદિરમાં દર વર્ષે કેવડા ત્રીજના પવિત્ર દિવસને ધ્યાનમાં રાખીને રેતી ના શિવલિંગ બનાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ શુક્રવારના રોજ કેવડા ત્રીજના પવિત્ર દિવસે રામેશ્વર મંદિર પરિસર ખાતે શિવ ભક્તો દ્વારા રેતીનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું અને પાંચ અલગ અલગ વનસ્પતિ લઈ શિવલિંગ ઉપર ચડાવવામાં આવી હતી. છે વહેલી સવારથી જ કુણઘેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ શ્રી રામેશ્વર મંદિર ખાતે રેતીના શિવલિંગની પૂજા અર્ચના કરી સૌભાગ્યવતી રહે અને સારો વર મળે એવી મનોકામના વ્યક્ત કરી હતી.

કેવડાત્રીજના મહિમા વિશે મંદિરના સેવક અરવિંદભાઈ વ્યાસે જણાવ્યું હતું કે પાર્વતી માતાએ શિવજીને પ્રાપ્ત કરવા માટે જંગલમાં જઈ રેતનું શિવલિંગ બનાવી પાંચ વનસ્પતિ અને કેવડાની પૂજા કરી કેવડા ત્રીજ નું વ્રત કરી શંકર ભગવાન ને પામ્યા હતા. કુણઘેર ગામે પણ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં રેતીનું શિવલિંગ બનાવી મહિલાઓ દ્વારા કેવડા ત્રીજના વ્રતનું પૂજન કરી મનવાંછિત ફળની કામના વ્યકત કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેક્નોલોજી પર એક દિવસીય વર્કશોપ યોજાયો…

પાટણ તા. ૨૪ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણના ગાયનેક ડોક્ટર બ્રિજેશ મેવાડા ની જનની હોસ્પિટલનો દબદબાભેર પ્રારંભ કરાયો..

મેડિકલ નગરી પાટણને પ્રસુતિ અને સ્ત્રી રોગો માટે જનની...