fbpx

પંદર દિવસથી ગુમ થયેલ તાપીની દિકરીનું પિતા સાથે સુખદ મિલન કરાવતું પાટણનું સખી વન સ્ટોપ સેન્ટર…

Date:

પાટણ તા. ૬
ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ, પાટણ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર મેડિકલ હોસ્પિટલ ખાતે મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહે છે. આ સેન્ટરમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સત્ર નીચે કાયદાકીય, તબીબી તેમજ પોલીસ સહાય, મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ અને હંગામી ધોરણે પાંચ દિવસ માટે આશ્રય સરળતાથી મળી રહે છે. જેમાં એક દિવસ 181 અભયમ મારફતે આવેલ મહિલાની આજે વાત કરવી છે.

આ મહિલા મૂળ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મેઠા ગામના વતની છે. 181 અભયમ હેલ્પલાઈન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવેલ આ મહિલા ખુબ જ ગભરાયેલા હતા. છેલ્લા 15 દિવસથી ગુમ થયેલ આ મહિલાનું સૌ પ્રથમ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ તેની સાથે મારજુડ થઈ હોવાનું માલુમ પડતા મહિલાને તબીબી સારવાર આપીને સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. આશ્રય દરમિયાન મહિલા સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓની ઉંમર 35 વર્ષ છે. અને લગ્નને આઠ વર્ષ થઈ ગયા છે. એક દિકરીની માતા એવા આ બહેનના પતિ ખુબ જ વહેમી સ્વભાવના હતા અને તેઓને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. તેથી આ ત્રાસથી કંટાળીને બહેન પોતાના પિયરે રહેવા માટે જતા રહ્યા હતા.

એકવાર આ બહેન મંદિરે દર્શન કરવા માટે ગયા ત્યાં તેઓના પતિના એક મિત્ર તેઓને મળ્યા. મિત્રએ બહેનને હાલ ચાલ પુછીને તેના પ્રશ્નનું સમાધાન કરી આપવાનો વિશ્વાસ અપાવીને ફોસલાવીને પોતાના ઘરે બોલાવી. પતિના મિત્ર પર વિશ્વાસ કરીને આ બહેન તેના ઘરે ગયા તો એ મિત્રએ તેઓને પાટણ જિલ્લામાં આવેલ કોઈ જગ્યાએ પોતાના ઘરમાં 15 દિવસ સુધી ગોંધી રાખી હતી. અહી પિયર માં મહિલાના માતા-પિતા તેમની શોધ ખોળ પણ કરી રહ્યા હતા. પતિના મિત્રએ મહિલાને કોઈના સંપર્કમાં આવવા દીધી નહોતી. મહિલા પહેલીવાર પાટણ આવ્યા હતા. તેઓને ખબર નહોતી કે તેઓ કઈ જગ્યાએ છે.

હેરાન પરેશાન આ મહિલા એક દિવસ મોકો શોધીને ઘરમાંથી ભાગી ગયા. અને ખેતરો માંથી ચાલતા ચાલતા બહાર આવીને પોલીસ હેલ્પ લાઈન નંબર-100 પર સંપર્ક કર્યો. પોલીસ સ્ટેશન દ્વારા બહેનને 181 સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. બહેનને આ સેન્ટરમાં આશ્રય ઉપરાંત તબીબી સારવાર અને પોલીસ મદદ તથા કાઉન્સેલિંગ પણ મળતું હતુ. ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા બહેનના પિતાનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી. બહેન પાસે નંબર ન હોવાથી તેઓના પતિ જે કંપનીમાં નોકરી હતા ત્યાં પતિનો સંપર્ક કરીને પિતાનો સંપર્ક નંબર લીધો અને પિતાને આ બાબતે જાણ કરી. પિતાને જાણ થતા તેઓ તુરંત જ પોતાની દિકરીને લેવા માટે સેન્ટર પર આવી પહોંચ્યા હતા. આમ આ રીતે 15 દિવસથી ગુમ થયેલ દિકરીનું તેના પિતા સાથે મિલન થતા આનંદની લાગણી છવાઈ ગઈ હતી. દિકરીને સુરક્ષિત જોઈને પિતાએ સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર માન્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે ફાયર સેફટી ની મોક ડ્રીલ યોજાઈ…

પાટણ તા. 8 સમયની જરૂરિયાત અને સ્કીલ ડેવલોપમેન્ટને ધ્યાનમાં...

સાતલપુર ના ખેમાસર સાસરીમાં આવેલ યુવક ને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારતા સનસનાટી મચી..

સાતલપુર પોલીસે ગુના મા સંકળાયેલા ચાર આરોપીઓને ગણતરીના કલાકમાં...

પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા બહુચરાજી સ્થિત મોદી ભવન ખાતે આનંદના ગરબાનું ભવ્ય આયોજન કરાયું..

પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા બહુચરાજી સ્થિત મોદી ભવન ખાતે આનંદના ગરબાનું ભવ્ય આયોજન કરાયું.. ~ #369News