fbpx

પાટણ શહેરમાં ગણપતિ બાપા મોરિયા ના ગગન ભેદી નાદ વચ્ચે ગણેશ ચતુર્થીના પાવન દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ…

Date:

પાટણ તા. ૭
ગણેશ ચતુર્થીના પવિત્ર અને પાવન પ્રસંગને લઈને પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ ભક્તો દ્વારા ગણપતિ બાપા મોરિયા ના ગગનભેદી નાદ વચ્ચે ભગવાન શ્રી ગણેશની પ્રતિમાનું સ્થાપન કરી ગણપતિ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટણ શહેર ના નગરદેવી કાલિકા માતા મંદિર પરિસર સમીપ આવેલી કાલિકા સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રેવાભાઇ રાવળ પરિવાર દ્વારા સોસાયટીના પરિવારજનોને સાથે રાખી સોસાયટીના કોમન પ્લોટ માં ભગવાન શ્રી ગણેશ ની માટી માંથી તૈયાર કરવા માં આવેલી પ્રતિમાને ભક્તિ સંગીતના સુરો વચ્ચે મંડપ પરિસર ખાતે લાવી ભૂદેવો ના મંત્રોચ્ચાર સાથે તેની સ્થાપના કરી પૂજા- અર્ચના અને મહા આરતી ઉતારી પાંચ દિવસીયગણેશ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

પાટણ શહેરના પાલિકા બજાર,જુનાગંજ બજાર સહિત શહેરના વિવિધ મોહલ્લા,પોળો અને સોસાયટી વિસ્તારો સહિત ઘર મંદિરમાં પણ ગણેશ ચતુર્થી ના પાવન પર્વ ના પવિત્ર દિવસથી ગણેશ મહોત્સવનો જય ગણેશ ના ગગન ભેદી નાદ વચ્ચે ગણેશ ભક્તો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચંદ્રુમાણા ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠા પર ફસાયેલા પર પ્રાંતીઓને પોલીસે ટીમે ઉગાર્યા…

ચંદ્રુમાણા ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠા પર ફસાયેલા પર પ્રાંતીઓને પોલીસે ટીમે ઉગાર્યા… ~ #369News

યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે મોહનલાલ પટેલ અને ઉમાશંકર જોષી વ્યાખ્યાન માળાનું આયોજન કરાયું..

કુલપતિ સહિતના તજજ્ઞ વક્તાઓ દ્વારા બન્ને સાહિત્યકારો નાં જીવન...

પાટણ ખાલકપુરા યુવક મંડળ ના ૮૦ યુવાનો સાયકલ યાત્રા સાથે રણુજા જવા પ્રસ્થાન પામ્યા..

પાટણ તા. ૧ગુજરાત રાજ્યને અડીને આવેલા રાજસ્થાનમાં બાબા રામદેવપીર...

પાટણ સાંસદ દ્રારા નૂતનવર્ષ સ્નેહમિલન સમારંભ યોજાયો..

મોટી સંખ્યામાં રાજકીય,સામાજિક આગેવાનો એ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી.. પાટણ...