fbpx

પાટણ મા ઇંદે મીલાદુન નબી તહેવાર નિમિત્તે જુલુસ ના રૂટ ઉપર સાફ સફાઈ તેમજ ખાડા પુરવા અને ઢોર ઢાંખર હટાવવા મુસ્લીમ અગ્રણીઓ ની પાલિકા પ્રમુખને રજુઆત

Date:

પાટણ તા. ૯
આગામી તા.૧૬ સપ્ટેમ્બરનાના રોજ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર ઇઝરત મહંમદ (સ.અ.વ.) ની જન્મ જયંતિ એટલે કે ઇદ-એ- મીલાદુન્ન નબી ના પવિત્ર તહેવાર નિમિત્તે પાટણ શહેરના માગૅ પરથી નીકળનાર ઝુલુ દરમ્યાન કોઈ અનિચ્છનીય ધટના ન બને તે માટે ઝુલુસ ના માગૅ પર પડેલા ખાડાઓના પુરાણ કરવા તેમજ રૂટ પરથી રખડતાં ઢોરો ના ત્રાસ ને દુર કરવા મુસ્લિમ આગેવાનો દ્વારા પાલિકા પ્રમુખ ને સોમવારે લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

આગામી તા.૧૬ ના રોજ સવારે ૯- ૩૦ થી ૨-૦૦ કલાક ના સમય દરમ્યાન શહેરના બોકરવાડા મોટા મદ્રેસા, કાલીબજાર, રાજાકાવડો, ઈકબાલચોક, ટાંકવાડા થઈને મુલ્લાવાડ, લોટેશ્વર થી પીંજારકોટ થઇને કાજીવાડા, ગંજ શહીદ પીર ચોક થઈને બુકડી, પાંચપાડા, ટાંકવાડા ગેટના ચારરસ્તા થી ઇકબાલચોક ખાતે થી ઝુલુસ જનાર છે.

ત્યારે સદરહુ ઇદ-એ-મીલાદુન્ન નબી નો પવિત્ર તહેવાર નિમિત્તે ઉપરોકત જણાવેલ રૂટ ઉપર સાફ સફાઈ, દવાનો છંટકાવ તેમજ વરસાદના કારણે પડેલ ખાડા પુરવા તેમજ જુલુસમાં સામેલ થનાર ધર્મપ્રેમીઓને રસ્તા પર રખડતા ઢોર-ઢાંકર ના કારણે કોઇ હાની કે ઇજા ન પહોંચે તે માટે ઢોરોને હટાવવા પાલિકા પ્રમુખ ને મુસ્લિમ આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવતાં પાલિકા પ્રમુખે યોગ્ય કરી આપવાની હૈયાધારણા આપી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે થી હિપેટાઇટિસ જનજાગૃતિ રેલી યોજાઈ.

પાટણ તા. 28 દર વર્ષે 28 જુલાઇને હિપેટાઇટિસ દિવસ...

પાટણ શહેરનો વિસ્તાર વધતા પાણીની સમસ્યા ને ધ્યાનમાં રાખીને પાલીકાએ વધુ પાણી ફાળવવા સરકાર ને પત્ર લખ્યો..

પાટણ શહેરનો વિસ્તાર વધતા પાણીની સમસ્યા ને ધ્યાનમાં રાખીને પાલીકાએ વધુ પાણી ફાળવવા સરકાર ને પત્ર લખ્યો.. ~ #369News

રાજય સરકાર દ્વારા પ્રજાપતિ સમાજને સેરથા નજીક ૧૫ હજાર ચો.મી. જગ્યા ૫0℅ ના ભાવથી ફાળવવામાં આવી..

ગુજરાત ના મુખ્યમંત્રી નો સમસ્ત પ્રજાપતિ સમાજ વતી આગેવાનો...