fbpx

પાટણ માર્કેટ યાર્ડમાં નવરાત્રિના પ્રારંભે કપાસની આવકના શ્રી ગણેશ..

Date:

પાટણ તા.3
ખુલ્લી હરાજી,ખરૂ તોલ અને રોકડા નાણાં ના મંત્ર સાથે કામ કરતાં ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ ખાતે નવરાત્રિના પ્રથમ નોરતે થી કપાસની આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ ખાતે પોતાના ખેત ઉત્પાદન ના વિવિધ પાકોનું વેચાણ કરવા આવતા ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હોય જેને લઈને પાટણ શહેર સહિત આજુબાજુના પંથકના ખેડૂતો તેમજ અન્ય જિલ્લાના ખેડૂતો પણ પોતાના ખેત ઉત્પાદન ના વિવિધ પ્રકારના માલોનું વેચાણ કરવા પાટણ માર્કેટયાર્ડ ખાતે વિશ્વાસ સાથે આવતા હોય છે

ત્યારે નવરાત્રિના પ્રથમ વખતેથી પાટણ માર્કેટયાર્ડ ખાતે કપાસની આવક શરૂ થતા માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ વાઈસ ચેરમેન જેન્તીભાઈ પટેલ અને સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરી સહિતના ડિરેક્ટરોએ ખાસ ઉપસ્થિત રહી કપાસ ના માલનું વેચાણ અર્થે આવેલા ખેડૂતોનું મીઠું કરાવી હરાજીની શુભ શરૂઆત કરવામાં આવી હતી પ્રથમ દિવસે પાટણ માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી નો ભાવ ₹1300 થી લઈ 2151 સુધીનો પડ્યો હતો પ્રથમ દિવસે 2720 મણ કપાસની આવક પાટણ માર્કેટ યાર્ડમાં થઈ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

પાટણ માર્કેટ યાર્ડમાં કપાસનું વેચાણ કરવા આવેલા ખેડૂતોએ પણ કપાસનો પોષણસમ ભાવ મળ્યાં નો આનંદ વ્યકત કરી પાટણ પાટણ માર્કેટ યાર્ડમાં ખેત ઉત્પાદનના વેચાણ અર્થે આવતા ખેડૂતોના માલની સુરક્ષા સાથે ખેડૂતો માટેની ઉપલબ્ધ સુવિધાઓની મુક્ત મને સરાહના કરી હતી. તો માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પણ તમામ ખેડૂતો અને વેપારીઓને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો માર્કેટ યાર્ડ ને પોતાની સંસ્થા સમજી ધ્યાન દોરવા અને સૂચનો કરવા જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ભૂતનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે શિવયાગ યજ્ઞ યોજાયો..

પાટણ તા. 14 શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે દર વર્ષની...

પાટણ 42 લેઉવા પાટીદાર યુવા મંડળ ના પાટણ સ્થિત નવીન કાર્યાલય નો શુભારંભ કરાયો..

યુવાનોએ જીવનમાં નિરાશા છોડી રચનાત્મક કાર્યો કરવાથી સફળતા પ્રાપ્ત...

ચાણસ્મા તાલુકાના ચવેલી ગામના ખેડૂતો એ પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ તાલીમ મેળવી..

પાટણ તા. ૬પાટણના ચાણસ્મા તાલુકાના ચવેલી ગામે ખેડૂતો માટે...