યોગગુરૂ દ્વારા યોગ અને પ્રાણાયામ નું જીવનમાં મહત્વ સમજાવવામાં આવ્યું..
પાટણ તા.૨૧
તા. ૨૧ જૂનના રોજ પાટણ જિલ્લામાં ૯માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જે અનુસંધાને બુધવાર ના રોજ પાટણના અજીમણા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે અજીમણા પ્રાથમિક શાળા ના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના યોગ પ્રાણાયામ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી તો યોગગુરૂ દ્વારા વિદ્યાર્થીઓને યોગ અને પ્રાણાયામનું મહત્વ સમજાવી જીવનમાં નિયમિતપણે યોગ અને પ્રાણાયામ કરવા જણાવ્યું હતું.
પાટણના અજીમણા પ્રાથમિક શાળા ખાતે આયોજિત કરાયેલા વિશ્વ યોગ દિવસ ની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી