fbpx

પાટણ અને કાકોશી ખાતે થી ચાઈનીઝ દોરી નાં જથ્થા સાથે ત્રણ ઇસમો એલસીબી ટીમે ઝડપી લીધા..

Date:

ચાઈનીઝ દોરી નાં ૯૩ બોકસ કિ.રૂ.૨૧૧૫૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી..

પાટણ તા.૫
ઉતરાયણના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ પતંગ રસીકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક પતંગ દોરી નાં વિક્રેતાઓ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ નાં જાહેર નામાનો ભંગ કરી પ્રતિબંધીત ચાઈનીઝ દોરી નુ વેચાણ કરતાં હોવાની બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા દ્વારા મેજિસ્ટ્રેટ નાં જાહેરનામાં નો પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચુસ્ત પણે અમલ કરાવવા તમામ પોલીસ મથકોને કડક સુચનાઓ આપવામાં આવી હોય જેને ધ્યાનમાં રાખીને પાટણ એલસીબી પીઆઇ સહિતની ટીમ દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી,માંઝા ફીરીકીઓનો ગેરકાયદેસર વેચાણ કરતા લોકો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવતા બુધવારના રોજ ચાઈનીઝ દોરી નાં જથ્થા સાથે ત્રણ ઇસમો ને આબાદ ઝડપી તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાટણ એલ.સી.બી. દ્વારા ચાઈનીઝ દોરી નાં જથ્થા સાથે ઝડપાયેલા શખ્સો સામે કાકોશી તથા પાટણ સીટી એ ડિવીઝન પો.સ્ટે ખાતે ગુનો દાખલ કરાવી વધુ તપાસ અર્થે સોંપવામાં આવેલ છે.

પાટણ એલસીબી પોલીસે ચાઈનીઝ દોરી નાં જથ્થા સાથે ઝડપાયેલા શખ્સ પૈકી કલ્પેશભાઇ નાનજીભાઇ રાવળ રહે-કાકોશી જી.પાટણ,હાર્દીક હર્ષદભાઇ ભાવસાર રહે સોનીવાડો તા.જી.પાટણ અને કુશ નિલેષભાઇ ખમાર રહે સોનીવાડો તા જી.પાટણ
પાસેથી ચાઇનિઝ દોરી નાં ફિરકી બોક્સ નંગ ૯૩ કિ.રૂ.૨૧૧૫૦ નો મુદ્દામાલ પોલીસ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જાયન્ટ્સના પૂર્વ પ્રમુખે પોતાની સ્વૅગસ્થ પત્ની ના જન્મ દિન પ્રસંગે જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ કયૉ..

પાટણ જાયન્ટ્સના પૂર્વ પ્રમુખે પોતાની સ્વૅગસ્થ પત્ની ના જન્મ દિન પ્રસંગે જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ કયૉ.. ~ #369News

સિદ્ઘપુરની અભિનવ હાઈસ્કૂલ અને શિશુ મંદિરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. ૨૧વિદ્યાભારતી,ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી વિદ્યોત્તેજક મંડળ સંચાલિત...

પાટણ પોલીસ હેડકવોટસૅ ખાતે પોલીસ સ્ટાફ માટે બે દિવસીય આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પ નો પ્રારંભ..

પ્રથમ દિવસે 800 જેટલા પોલીસ અધિકારીઓ અને કમૅચારીઓએ પોતાનુ...