fbpx

પોસ્ટ બચત ખાતાના ગ્રાહકોએ છેલ્લા ત્રણ વર્ષ મા પોતાના ખાતામાં કોઈ વ્યવહાર નહિ કર્યો હોય તેવા બચત ગ્રાહક નું ખાતુ તા 1 એપ્રિલ થી નિષ્ક્રિય થઈ જશે..

Date:

પોસ્ટ વિભાગ દ્વારા બચત વસંત મહોત્સવની તા. 31 માચૅ સુધી લંબાવી..

પાટણ તા. 26
પાટણ જીલ્લાની જાહેર જનતાને માટે ભારતીય ટપાલ ખાતું ભારત સરકારના પાટણ વિભાગમાં પોસ્ટ ઓફિસની વિવિધ ઉંચા વ્યાજ આપતી બચત યોજનાઓ જન- જન સુધી પહોચાડવા માટે તથા સલામત રોકાણ અને વિત્તીય સમાવેષતાના હેતુ સાથે પાટણ વિભાગની તમામ પોસ્ટ ઓફિસમાં તારીખ 31 માચૅ સુધી બચત વસંત મહોત્સવ’ નું આયોજન કરવામાં આવેલું છે.


પાટણ ની જાહેર જનતાને આ મહોત્સવ અંતર્ગત પોસ્ટ ઓફિસની સલામત અને ઉંચું વ્યાજ આપતી બચત યોજનાઓનો લાભ લેવા નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા જણાવાયું છે.વધુમાં વિવિધ બચત અને અન્ય યોજનાની માહિતી આપની આંગળીના ટેરવે ભારતીય ટપાલ વિભાગની વેબસાઈટ indiapost.gov.in તથા પ્લેસ્ટોરમાં એપ Postinfo પર પણ ઉપલબ્ધ છે. પાટણ ટપાલ વિભાગના બચતબેંક (SB) ખાતાધારકોને પોતાના બચતખાતા (SB)માં છેલ્લાં ત્રણ વર્ષમાં જો કોઈ પણ નાણાકીય વ્યવહાર થયેલ નહીં હોય તો તારીખ 1 એપ્રિલ ના રોજથી એમનુ ખાતું નિષ્ક્રિય થઇ જશે જેની દરેક ગ્રાહકે નોંધ લેવી અને આવા ગ્રાહકોએ તુરંતજ નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસની મુલાકાત લઇ તારીખ 31 માચૅ સુધીમાં નાણાકીય વ્યવહાર કરવા જણાવવામાં આવે છે જેથી આવા ગ્રાહકનું ખાતું નિષ્ક્રિય થતાં બચાવી શકાય.


વધુમાં બચતબેંક (SB) ખાતામાં ઓછામાં ઓછી રૂપિયા 500 (પાંચસો પૂરા) સિલક રાખવી ફરજીયાત છે. જે બચતબેંક ખાતામાં રૂપિયા 500 થી ઓછી જમા સિલક હશે તેવા ખાતામાં દરેક વર્ષે રૂપિયા 50 (પચાસ) દંડની રકમ પેટે રહેલી સીલક માંથી ખાતા માંથી કપાઈ જશે અને આમ થતાં છેવટે રૂપિયા પચાસ કરતા પણ ઓછી રકમ બચતાં આવાં ખાતાં એની મેળે બંદ થઇ જશે જેની સૌએ નોંધ લેવા પાટણ હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ સુપ્રિટેન્ડન્ટે જણાવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં 28679 હેકટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર કરાયુ..

પાટણ તા. ૨૪પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે 28679 હેક્ટર વિસ્તારમાં...

યુનિ સંલગ્ન સ્નાતક કોલેજોમાં સેમ-1 મા ઓનલાઇન પ્રવેશ માટે અરજી કરવાનો આજે અંતિમ દિવસ…

પાટણ તા. ૨૭પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ...