પાટણ તા. 3
પાટણ ની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત શ્રીમતી હર્ષાબેન ભરતભાઈ શાહનાં સહયોગથી ચાલતાં કોમ્પ્યુટર ક્લાસમાં સવારના 8 થી 9 અને 9 થી 10 એમ બે બેંચનો સોમવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ બંને બેંચોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ફુલ થઇ ગઇ હોવાથી અને રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી સાંજે 5-30 થી 6-30 ની વધુ એક બેંચ પણ ચાલુ કરવામાં આવી હોવાનું લાઈબ્રેરી સંચાલકો એ જણાવ્યું હતું.
શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયના આસ્થા હોલમાં કોમ્પ્યુટર કલાસની પ્રથમ બેંચનો શુભારંભ પ્રસંગે પુસ્તકાલયના પ્રમુખ ડો. શૈલેશ સોમપુરા તેમજ કારોબારી સભ્ય સુરેશભાઈ દેશમુખ અને સુનીલભાઈ પાગેદાર ઉપસ્થિત રહ્યા હતા.
કોમ્પ્યુટર ક્લાસમાં પહેલી બેચના હાજર વિદ્યાર્થીઓને આશીર્વચન આપી આજના યુગમાં કોમ્પ્યુટર નું મહત્વ સમજાવી રોજગારલક્ષી તૈયારી કરવા માટે માર્ગદર્શન આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.