કુલ 23 સગર્ભાઓની આશ્રયસ્થાનમાં રાખવામાં આવી રહી છે પૂરતી સંભાળ..
પાટણ તા.17
પાટણ જિલ્લામાં બિપરજોય ની આગાહી અનુસાર તા.16 જૂનથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તા.17 જૂને પણ વરસાદ અને પવન યથાવત રહ્યાં છે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી જરૂરિયાતમંદ લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યાં છે.પાટણ શહેર સહિત જિલ્લામાં કુલ 121 આશ્રયસ્થાનોમાં અત્યારસુધી 3906 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જિલ્લામાં વરસાદને પગલે ઉભા કરવામાં આવેલ આશ્રયસ્થાનોમાં તંત્ર દ્વારા લોકોને લાવવામાં આવી રહ્યાં છે.
અત્યાર સુધીમાં 121 આશ્રયસ્થાનોમાં 2407 સ્ત્રી-પુરુષો,1344બાળકો,132 વૃદ્ધ,અને 23 સગર્ભાઓને આશ્રય આપવામા આવ્યો છે.આશ્રય સ્થાનોમાં તમામ લોકોની તંત્ર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. આશ્રય સ્થાનો મા અસરગ્રસ્ત વ્યક્તિઓને ગરમ ભોજન તથા બાળકોને દૂધ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.
તો સગૅભાઓની પણ પુરતી કેર લેવામાં આવી રહી છે.
અહેવાલ યશપાલ સ્વામી