fbpx

ચાણસ્મા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરાઈ

Date:

હાલની કાળજાળ મોંઘવારીમાં ગુજરાત સરકાર દ્વારા રોજ કમાઈને રોજ ખાતા વર્ગ માટે નજીવા દરે ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે ફક્ત પાંચ રૂપિયામાં શ્રમિક વર્ગોને ટિફિન પૂરું પાડવામાં આવશે આ યોજના નું ઉદઘાટન ચાણસ્મા ખાતે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા દ્વીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું

આ સમયે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ મંત્રી અશ્વિનભાઈ પટેલ ચાણસ્મા નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ તથા મહેન્દ્રભાઈ પટેલ તથા રમણભાઈ પટેલ તથા દિલીપભાઈ જોશી તથા આરતી વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે ચાણસ્માના ભાજપના આગેવાન મુકેશભાઈ દાઢી ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ફિલ્ડ ઓફિસર પિયુષભાઈ સુતરીયા તથા સરકારી શ્રમ અધિકારી કચેરીના જીનલબેન પટેલ તથા ધનવંતરી આરોગ્ય રથના મેડિકલ તથા પેરા મેડિકલ સ્ટાફ તથા કાર્યક્રમ મંચનું સંચાલન લેખક લાભુભાઈ દેસાઈએ કર્યું હતું આ સમયે દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતની અંદર શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત એક કરોડ થી વધારે પણ લાભાર્થી લાભ લે છે.

આજે ચાણસ્મા પાટણ સિધ્ધપુર રાધનપુર દેથળી હારીજ બધી જ જગ્યા એ શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી દેવામાં આવી છે આજે આ શ્રમિક અન્નપૂર્ણા યોજના જે ભોજન બનાવવામાં આવ્યું હતું તે દશરથજી ઠાકોરે પોતે તથા ભાજપના આગેવાનો અને પત્રકાર મિત્રોએ પણ આરોગ્યું હતું દશરથજી ઠાકોરે દરેક શ્રમિકો ને અપીલ કરી હતી કે આ યોજના નો વધુમાં વધુ લાભ લેવો

પાટણ લોકસભા ભાજપ મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજી ગોવિંદ પ્રજાપતિ

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જનતા હોસ્પિટલ માં દાતા પરિવાર દ્વારા પાંચ વ્હીલ ચેરની ભેટ ધરાય..

પાટણ જનતા હોસ્પિટલ માં દાતા પરિવાર દ્વારા પાંચ વ્હીલ ચેરની ભેટ ધરાય.. ~ 369News