google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

કેબિનેટ મંત્રી વરદ હસ્તે સિદ્ધપુર તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનોને રસોઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Date:

છેવાડાના માનવીને સરકાર ની યોજનાનો લાભ મળી રહી તો જ લોકશાહીનો અર્થ સાચા અર્થમાં સાર્થક થશેઃ મંત્રી

પાટણ તા. 8
સિદ્ધપુરમાં નર્સિંગ કોલેજ ખાતે શનિવારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનોને રસોઈ કીટનું વિતરણ તેમજ વ્હાલી દિકરી યોજના અંતર્ગત દિકરીઓને હુકમ વિતરણ અને ગંગા સ્વરૂપા બહેનોને સહાય હુકમ વિતરણ તથા વૃદ્ધોને પણ સહાય હુકમ વિતરણ કરાયા હતા.

આ કાર્યક્રમમાં લાભાર્થી ઓને સંબોધન કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, આજનો દિવસ આપણા સૌ માટે આનંદનો દિવસ છે. આજના દિવસે શ્રમિકો માટે ભોજન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે તેમજ આંગણાડીની બહેનોને રસોઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે આંગણવાડીની બહેનો દ્વ્રારા ખૂબ સારુ કામ કરવામાં આવી રહ્યું છે.

જેને બિરદાવવું જ રહ્યું.આજે પ્રતિક સ્વરૂપે પાંચ-પાંચ બહેનોને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. પરંતુ સાથે-સાથે તાલુકાના દરેક ગામોમાં રસોઈકીટ પહોંચાડવામાં આવશે. સરકારની દરેક યોજનાનો લાભ આજે છેવાડા ના દરેક લોકો સુધી પહોંચે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી તમામ વ્યવસ્થા આજે સરકાર દ્વ્રારા પૂરી પાડવામાં આવી રહી છે.

બાળકના શિક્ષણ,આરોગ્ય,ભોજન તેમજ તમામની વ્યવસ્થા આજે સરકાર દ્વારા કરવા માં આવી રહી છે. આજે યુવાનો માટે સ્ટાર્ટ અપની યોજનાને પણ ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આજે જિલ્લાના દરેક છેવાડા ના માનવીને યોજનાનો લાભ મળી રહી તો જ લોકશાહી નો અર્થ સાચા અર્થમાં સાર્થક થશે.

આજના કાર્યક્રમમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતિ બેન મકવાણા, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કૃપાબેન, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, ICDS અધિકારી ગૌરીબેન સોલંકી, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ના સેજલબેન દેસાઈ, તેમજ આગેવા નો અને બહોળી સંખ્યામાં લાભાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ડેપો મા ફરજ બજાવતા ડ્રાઇવર ને ચાલુ બસે એટેક આવ્યો છતાં હિંમત થી ડ્રાઇવિંગ કરી મુસાફરોને સહી સલામત ડેપોમાં પહોંચાડ્યા..

રાધનપુર ડેપો મા ફરજ બજાવતા ડ્રાઇવર ને ચાલુ બસે એટેક આવ્યો છતાં હિંમત થી ડ્રાઇવિંગ કરી મુસાફરોને સહી સલામત ડેપોમાં પહોંચાડ્યા.. ~ #369News

પાટણ શહેરમાં શ્રી ત્રિવેદી ઇન્ટરનેશનલ કુરિયર એન્ડ કાર્ગો પરદેશ પાર્સલ સુવિધા નો પ્રારંભ કરાયો..

વિદેશમાં રહેતા પરિવારજનો અને અભ્યાસ અર્થે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ...