fbpx

હર હર મહાદેવ ના ગગન ભેદી નારાઓ સાથે પાટણ માથી નિકળેલી કાવડયાત્રાને ખુદ મેઘરાજાએ અમી છાટણા થી વધાવી..

Date:

પાટણ તા. ૫
સૃષ્ટિના સર્જનહાર ભગવાન ભોળાનાથ ની આરાધ ના ના પવિત્ર પર્વ સમા શ્રાવણ માસ નો સોમવાર ના પવિત્ર દિવસ થી ભક્તિ સભર માહોલ માં શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભગવાન શિવની પૂજા, અર્ચના અને મહાઆરતી સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટણ શહેરમાં ગત વષૅ ની જેમ ચાલુ વર્ષે પણ શ્રાવણ માસના પ્રારંભે દુર્ગા પ્રસાદ જોશી પરિવાર દ્વારા કાવડયાત્રાનું ભક્તિમય માહોલમાં સંગીતના સુમધુર સુરો વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું.

સૃષ્ટિના સર્જનહાર ની આરાધના માટે આયોજિત કાવડ યાત્રા શ્રાવણ ના પ્રથમ સોમવારે શહેરના દવે ના પાડા સ્થિત શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરે થી હર હર મહાદેવ ના ગગનભેદી નાદ વચ્ચે પ્રસ્થાન પામી શહેરના જુનાગંજ બજાર, હિંગળાચાચર ચોક,ઘીમટા નાકા, બહુચર માતાજી મંદિર, કસાર વાડો થઈને દામાજીરાવ બાગ સ્થિત શ્રી છત્રપતેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન બની હતી.

ભગવાન ભોળાનાથ ના જય જય કાર વચ્ચે પ્રસ્થાન પામેલી કાવડ યાત્રાને ખુદ મેઘરાજાએ અમી છાંટણા કરીને વધાવતાં કાવડયાત્રા મા જોડાયેલા શ્રધ્ધાળુઓ મા ભક્તિ નો અનેરો આનંદ છવાયો હતો. દુર્ગા પ્રસાદ જોષી પરિવાર દ્વારા શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે આયોજિત કરાયેલી કાવડયાત્રા માં પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી, અર્જુનભાઈ જોષી, શુભમભાઈ જોષી સહિત પાટણની ધમૅ પ્રેમી જનતા હર હર મહાદેવ ના નાદ સાથે જોડાઈ હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત જિલ્લાના સમી અને હારીજ તાલુકા માં મોડી સાંજે વાતાવરણ પલટાયુ.

હારીજ- સમી પંથકમાં મીની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો.. પાટણ તા....

પાટણ ખાતે સ્વગૅસ્થ મણીરાજ બારોટ ની યાદ માં સ્મરાણાજલિ કાર્યક્રમ યોજાયો..

કાર્યક્રમમાં રાજલ બારોટ સહિતના કલાકારો એ સ્વ.મણીરાજ બારોટના કંઠે...

પાટણ ખાતે રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા મહારાષ્ટ્રીયન પર્વ ગુડી પડવાની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ..

પાટણ ખાતે રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા મહારાષ્ટ્રીયન પર્વ ગુડી પડવાની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ.. ~ #369News

પાટણની તપોવન સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ..

યોગગુરૂ દ્વારા તંદુરસ્ત જીવન માટે યોગ પ્રાણાયામ જરૂરી હોવાનું...