fbpx

રાધનપુર સાતલપુર પંથકના વન વિસ્તારમાં વન્ય જીવો માટે વન વિભાગ દ્વારા અવાડા બનાવીપાણી ની સુવિધાઉપલબ્ધ બનાવાઈ..

Date:

ઉનાળામાં વન વિસ્તારમાં 20 થી વધુ અવાડાઓ ટેન્કર મારફત નિત્ય ભરવામાં આવશે..

વન વિભાગ ની વન્ય જીવો માટે ની કામગીરીને જીવદયા પ્રેમીઓએ સરાહનીય લેખાવી..

પાટણ તા. 20
રાધનપુર સાંતલપુર તાલુકાના રણ વિસ્તાર માં વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા 20 થી વધુ અવાડા બનાવવામા આવ્યા છે. અને ઉનાળો શરૂ થતાં આ અવાડા ઓમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની કામગીરી કરવા માં આવી છે.પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તાર માં આવેલ વન વિભાગ ની ચાર રેન્જ ના અધિકારીની સુચના અનુસાર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓ ને પીવાનુ પાણી મળી રહે તેને લઈને વન વિસ્તાર માં ગુરૂવારે ટેન્કર મારફતે વન વિસ્તાર માં બનાવાયેલા અવાડા માં પાણી ભરવામાં આવ્યાં હતાં.

વન્ય પ્રાણીઓને ઉનાળામાં પીવાનું પાણી મળી રહે તેની સુંદર વ્યવસ્થા વન અધીકારી ઓ દ્વારા ઊભી કરવામાં આવી હોય ઉનાળા ની ગરમી પહેલા વન વિભાગ એ આવ્યવસ્થા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી હોવાનું જણાવી અત્યારે 20 થી વધુ અવાડા ની અંદર ટેન્કર મારફતે વન્ય પ્રાણીઓને પીવાનું પાણી મોકલાવામાં આવતા વન વિભાગ ની આ કામગીરીથી જીવ દયા પ્રેમીઓએ ખુશી વ્યક્ત કરી વન વિભાગની કામગીરી ને સરાહનીય લેખાવી છે.

પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર તાલુકાના આતરનેશ, ગોખાતર, પરશુદ, છણસરા, ઝઝામ, ફાગલી, અમરાપુર, કોડધા સહિત અન્ય ગામોની અંદર વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ,પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેના માટે રેગ્યુલર ટેન્કર મારફતે પાણીની વ્યવસ્થા ઊભી કરવા માં આવી હોવાનું રાધનપુર વન વિભાગ ના અધિકારીઓએ જણાવ્યું હતું.

વન્ય પ્રાણીઓ માટે વન વિસ્તારમાં વન વિભાગ ના અધિકારીઓ જે.એસ.ચૌધરી, દીપકભાઈ,અનિલભાઈ ચૌધરી, મિલનભાઈ દેસાઈ,જિલ્લા વન અધિકારી બિંદુબેન પટેલ ના માર્ગદર્શન નીચે વન્ય પ્રાણીઓ અને પક્ષી ઓ ને પીવાનું પાણી મળી રહે તેના માટે સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

— અહેવાલ યશપાલ સ્વામી. પાટણ.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાષ્ટ્રીય પલ્સ પોલીયો અભિયાનના પ્રારંભ પ્રસંગે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસી ની બે બુંદ પીવડાવાઈ…

જિલ્લા પંચાયત પ્રમુખ, પાટણ નગરપાલિકા પ્રમુખ સહિત આરોગ્ય વિભાગના...

પાટણ અને રાધનપુરના ચીફ ઓફિસરોને આંતરિક બદલીઓ કરાઈ…

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગગાંધીનગર...