fbpx

ધોરણ 12 સાયન્સ નું પરિણામ જાહેર: પાટણ નુ 66.54 ટકા પરિણામ…

Date:

પાટણમાં A1માં એક પણ વિદ્યાર્થી નહીં : શિક્ષણ આલમમાં સન્નાટો…

19 વિદ્યાર્થીઓએ A2, 86 B1,204 B2,344 C1 અને 446 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો..

પાટણ તા. 2
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવારે સવારે માર્ચ-એપ્રિલ 2023માં લેવાયેલી ધો. 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ સવારે 9 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાનું 66.54 ટકા પરિણામ જાહેર થતાં અને A 1 ગ્રેડમાં પાટણ નો સમાવેશ ન થતા શિક્ષણ આલમમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.

પાટણ કેન્દ્રનું 70.67 ટકા, સિદ્ધપુરનું 61.54 ટકા, ચાણસ્મા કેન્દ્રનું 47.95 ટકા અને રાધનપુર કેન્દ્રનું 67.09 ટકા પરિણામ આવ્યું છે.બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓએ વ્હોટ્સએપ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવ્યું હતું.

તો કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડ ની વેબસાઈટ પર જોયું હતું. સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થી ઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉન લોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું.

પાટણ જિલ્લામાં 12 સાયન્સનું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 1910 વિદ્યાર્થીઓ પૈકી 19 વિદ્યાર્થીઓએ A2, 86 વિદ્યાર્થીઓએ B1 અને 204 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 344 વિદ્યાર્થીઓએ C1 અને 446 વિદ્યાર્થી ઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 170 વિદ્યાર્થી ઓ એ D ગ્રેડ અને 2 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત ~ #369News

ગૃહ મંત્રીએ 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, ભ્રષ્ટ્રાચારના આરોપ, 12 અધિકારી રડારમાં

ગૃહ મંત્રીએ 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, ભ્રષ્ટ્રાચારના આરોપ, 12 અધિકારી રડારમાં ~ #369News

હું એક આજીવન વિદ્યાર્થી છું, દેશના વિકાસમાં શિક્ષકોની ભૂમિકા મહત્વની – પીએમ મોદી

હું એક આજીવન વિદ્યાર્થી છું, દેશના વિકાસમાં શિક્ષકોની ભૂમિકા મહત્વની - પીએમ મોદી ~ #369News

પાટણ માંથી નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રામાં પ્રથમ વાર ભૂદેવો ભગવાન શ્રી પરશુરામજી ના રથ સાથે જોડાશે..

પાટણ માંથી નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રામાં પ્રથમ વાર ભૂદેવો ભગવાન શ્રી પરશુરામજી ના રથ સાથે જોડાશે.. ~ #369News