fbpx

સાતલપુર નેશનલ હાઇવે નં . 27 પર ટેલર અનેટેન્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત માં બેના મોત..

Date:

અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળાઓ ઉમટતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા..

અકસ્માતના પગલે ટેન્કર માંથી હજારો લિટર કેમિકલ રોડ પર રેલાયુ..

પાટણ તા. 2
પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બાબરા ગામના પાટીયા પાસે ટેલર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિ ઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ એકસીડન્ટની ઘટના ની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બાબરા ગામના પાટીયા પાસેના માગૅ પરથી પસાર થઇ રહેલા ટેલર સાથે પાછળથી આવતાં ટેન્કર ચાલકે અગમ્ય કારણો સર પોતા નું ટેન્કર અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બે વ્યક્તિ ના ગંભીર ઈજા ના કારણે ધટના સ્થળે જ મોત નિપજયા હતા. તો ટેન્કર અંદર ભરેલ કેમિકલ પણ રોડ ઉપર વેડફાઈ ગયું હતું .

નેશનલ હાઇવે નંબર 27 ઉપર ટેન્કર અને ટેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડતા ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતાતો અકસ્માત ની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે આવી બંને લાશના પંચનામા કરી પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના યુજી અને પીજી માં એડમિશન પ્રક્રિયા શરૂ કરાઈ..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના યુજી અને પીજી માં એડમિશન પ્રક્રિયા શરૂ કરાઈ.. ~ #369News

શ્રી પદ્મનાભ મુક્તિ ધામ કમીટીના સેવાભાવી યુવાનો દ્વારા મુક્તિ ધામ ની સફાઈ હાથ ધરી સ્વચ્છ બનાવાયું..

શ્રી પદ્મનાભ મુક્તિ ધામ કમીટીના સેવાભાવી યુવાનો દ્વારા મુક્તિ ધામ ની સફાઈ હાથ ધરી સ્વચ્છ બનાવાયું.. ~ #369News

પાટણ ટ્રાફિક પોલીસ અને નગર પાલિકા ને આખરે શહેર ના મેઈન બજારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવાની સૂઝ પડી.

પાટણ ટ્રાફિક પોલીસ અને નગર પાલિકા ને આખરે શહેર ના મેઈન બજારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવાની સૂઝ પડી. ~ #369News