fbpx

પાટણની બી.ડી.એસ વિધાલય દ્રારા દ્રારકેશ કન્યા છાત્રાલયના કેળવણીકાર મગનદાદા નું સન્માન કરવામાં આવ્યું..

Date:

પાટણ તા. 3
પાટણ જિલ્લાને ગૌરવ અપાવનાર અને કન્યા કેળવણી ના હિમાયતી દ્રારા ધોરણ -12 સાયન્સ નું શ્રેષ્ઠ પરિણામ લાવવા માં 80 વર્ષે પણ સતત પ્રયત્ન શીલ એવા મગનદાદા એલ રબારી દ્રારકેશ ગોપાલક કન્યા છાત્રાલય સંચાલક નું પાટણની બી. ડી. એસ. વિધાલય દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.

350 દીકરીઓના વાલીઓ જયારે આજે પણ શિક્ષણની ચિંતા કરતા હોય ત્યારે કહી શકીએ છીએ કે મગનદાદા કેળવણીની કેડીને કંડારી કેળવણી ને જીવનમાં ઉતારી સાચા કેળવણીકાર કે કેળવણી ના જીવ તેમજ દીકરી ઓ ના શિક્ષણ માટે ઋષિ સમાન પાટણ જિલ્લા ને ગૌરવ આપવા સતત 80 વર્ષની ઉંમરે પણ શરીર ઘડપણ આવ્યું પણ માનસિક તો આજે પણ યુવાન ને શરમાવે તેવા વિદ્વાન ને તેમના જન્મદિવસ નિમિતે શરદ સતમ જીવન માટેની સમગ્ર શિક્ષણ જગતે પ્રાર્થના કરી છે.

મગનદાદા દ્રારા ભારતીય પ્રાચીન ગરબા તૈયાર કરી સ્પર્ધામાં પાટણ જિલ્લા ને રાષ્ટ કક્ષા એ વિજેતા કરી ગૌરવ આપવ્યું સાથે સાથે દ્રારકેશ ગોપાલક કન્યા છાત્રાલયમાં 350 દીકરીઓ માટે કન્યા કેળવણી ની ધૂણી ધખાવી બેઠા છે એક પણ દીકરી ક્યાંય શિક્ષણથી વંચિત ના રહે તેની અવિરત કાળજી રાખી રહ્યા છે જયારે ધોરણ -12 સાયન્સ નું પરિણામ આવ્યું તો હોસ્ટેલનું 100% પરિણામ મેળવ્યું છે. તેવા મગનદાદા એસ એમ દેસાઈ ગોપાલક હોસ્ટેલના મંત્રી અને બી ડી સાર્વજનિક વિધાલયના વાલી મંડળ પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે.

બંધવડ હાઈસ્કૂલ ના પૂર્વ આચાર્ય તરીકે સેવાઓ થી આજે શિક્ષણ જગતમાં મોટું યોગદાન આપી રહ્યા છે તેમજ જાહેર તલાટી જેવી પરીક્ષાઓ બહાર થી આવતી સર્વ સમાજ ની દીકરીઓને રહેવા જમવા ની વ્યવસ્થા પણ કરે છે તેવા મગનદાદા રબારી એ બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ મામા ના ઘરે મામી પાસે ઉછેર થઈ તે સમયે સાયન્સનો અભ્યાસ કરી શિક્ષણ માટે શિક્ષકની નોકરી સ્વીકારી કેળવણીને સાચા અર્થમાં સાર્થક કરી છે ત્યારે બી ડીસાર્વજનિક વિધાલય દ્રારા તેમને અભિનંદન અને તેમનું સાયન્સનું શ્રેષ્ઠ પરિણામ બદલ સન્માન કરવા માં આવ્યું હતું.આ તબકકે ડૉ બી આર દેસાઈ એ જણવ્યું હતું કે આ મહાપુરુષના તો કયા શબ્દોમાં વર્ણન કરું તેજ ખ્યાલ નથી આવતો પણ મગનદાદા નું જીવન એજ તેમનો સંદેશ છે તેવા દીકરી(કન્યા) ના શિક્ષણ માટે સાચેજ બ્રહ્મ સ્વરૂપ છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

મુનિરાજ શ્રી નિપુણરત્નવિજયજી મહારાજ નું બુધવારે પાટણ પદાર્પણ..

મુનિરાજ શ્રી ના પદાર્પણ પ્રસંગે સવારે ૮ વાગે ત્રણ...

ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે જગન્નાથ મંદિર પરિસર ખાતે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો..

પાટણના સ્થાનિક કલાકારોએ ભગવાન શ્રી પરશુરામજીના ગુણગાન ગાઈને ઉપસ્થિત...