600 થી વધુ વિધાર્થીઓ એ સ્ટાફ સાથે નારકોટીક્સ ના દુષણ અંગે માગૅદશૅન મેળવ્યું..
પાટણ તા. 28 નાર્કોટીક્સના દુષણો અંગે શાળાના બાળકોને જાગૃત કરવા અને તેનાથી થતી આડ-અસરો તેમજ તેની સજાની જોગવાઇઓ બાબતે પાટણ એસઓજી ટીમ દ્વારા અવેરનેસ પ્રોગ્રામી અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગર તરફથી મળેલ સુચના અનુસાર કરવામાં આવ્યો હતો. સપ્ટેબર 2023 મા નાર્કોટીક્સ અંગે જન-જાગૃતિ (પબ્લિકઅવેરનેસ) ફેલાવા માટે આ કેમ્પેઇન નુ આયોજન કરવા અન્વયે પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ (IPS) પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખા પાટણ દ્વારા શેઠ શ્રી બી.એમ.હાઇસ્કુલ પાટણ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આશરે-600 જેટલા વિધાર્થીઓ તથા શિક્ષકગણને નશીલા માદક પદાર્થોના સેવન થી સમાજમાં ઉત્પન્ન થતી વિપરીત,સામાજીક, આર્થિક અને માનસિક અસરો અંગે વિસ્તૃત જાણકારી આપી તેનાથી બચવા સારૂ માર્ગદર્શન આપી તેમજ એન.ડી.પી.એસ એક્ટ અંતર્ગત સજાની જોગવાઇઓ બાબતે સજાગ કરી પોતાના વિસ્તારમા આવી કોઇ ગે.કા પ્રવૃતિ ચાલતી હોય તો નાર્કોટીક્સ ડ્રગ્સની ફ્રી હેલ્પ લાઇન નં 1908 ઉપર માહિતગાર કરવા સારૂ જાગૃતિ કાર્યક્રમ કરવામા આવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી