google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેર ના બામચા વાસ માં જર્જરીત બનેલી મકાનની દિવાલ ધરાસાઈ થતા એક મહિલા નું મોત…

Date:

પાલિકા તંત્ર દ્વારા જર્જરીત બનેલા મકાનો ના માલિકો સામે કડક અને નક્કર કાર્ય વાહી હાથ ધરે તેવી લોક માંગ ઉઠી..

પાટણ તા. 5
પાટણ શહેરના રતનપોળ વિસ્તારના જરાદિવાસ નજીક ના બામચાવાસ મા જર્જરીત બનેલી મકાન ની દિવાલ ધરાસાય બનતા એક મહિલાનું મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશ મા આવવા પામી છે.આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં જૂની જર્જરીત અને પડવાના વાકે ઉભેલી ઇમારતો થી કોઈ મોટી જાનહાની ન થાય તે માટે પાલિકા તંત્ર દ્વારા સર્વે કરીને અને લોકોની આવેલી વાંધા અરજીઓને દયાને લઈ જે તે મકાન માલિકો ને માત્ર આ મિલકતો દૂર કરવાની નોટિસો પાઠવી પાલિકા તંત્ર સંતોષ માને છે.

પરંતુ દિન સાતમાં જે તે મકાન માલિકો પોતાની પડવાના વાકે ઊભેલી મિલકતોને પોતાના સ્વખર્ચે દૂર ન કરે તો પાલિકા તંત્ર તેઓના ખર્ચે દૂર કરશે તેવું જણાવતા હોય છે પરંતુ આ બાબતે કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આજે પણ પાટણ શહેરમાં અનેક પડવાના વાકે ઊભેલી ભય જનક ઈમારતો જોવા મળી રહી છે.

તો કેટલીક ઇમારતો તો મુખ્ય માર્ગો પર આવેલી હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આજ દિન સુધી આવી મિલકતોને ઉતારવાની તસ્દી ન લેતા શહેરી જનો માટે આવી મિલકતો ખતરા રૂપ સાબિત બની રહી છે.ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 1 માં આવેલા રતનપોળ જરાદીવાસ માં આવેલા બામચાવાસ ખાતે પણ એક ભય જનક અને પડવાના વાકે ઉભેલી સત્તુમલ મિર્ચુમલદાસ નામના ઈસમની મિલકત આવેલી છે. આ મિલકત જર્જરીત અને ભય જનક બની જતા મકાન માલિક આ મિલકતને ઉતાર્યા વિના જ અન્યત્ર રહેવા માટે જતા રહ્યા છે.

ત્યારે આ મિલકત ના ઉતારતા આ વિસ્તારના લોકો માટે આ મિલકત ભય જનક સાબિત થઈ રહી હતી. ત્યારે ગતરોજ રાત્રીના સમયે ચંદ્રિકાબેન ઠાકોર નામની વૃદ્ધ મહિલા પોતાના મકાનની આગળ ખાટલામાં સૂતા હતા તે દરમિયાન જ આ જર્જરીત અને પડવાના વાકે ઉભેલી ઈમારતનો કેટલો ભાગ ધરાસાઈ થતા ખાટલામાં સૂઈ રહેલા વૃદ્ધ પર પડતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.આ મામલે સ્થાનિક રહીશ હમીદભાઈએ જણાવ્યું હતું કે આ મિલકત ખૂબ જ જૂની જર્જરીત અને પડવાના વાકે ઊભેલી હોય અહીં દિવસ દરમિયાન નાના બાળકો રમતા હોય તેમના માટે આ ઇમારત ખતરા રૂપ સાબિત થઈ રહી છે.

જેથી પાલિકા તંત્ર દ્વારા આ પડવાના વાંકે ઊભેલી ઈમારતને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરી મકાન માલિક ની બેદરકારીને લઈ ભોગ બનેલી વૃદ્ધ મહિલાના પરિવારજનોને પણ મકાન માલિક સહિત તંત્ર દ્વારા સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી અને પાલિકા તંત્ર દ્વારા પાટણ શહેરમાં પડવાના વાકે ઊભેલી તમામ મિલકતોને જે તે મકાન માલિકોને નોટિસો પાઠવી તે બાદ કરવામાં આવતી કાર્યવાહી નક્કર કરી શહેરીજનોને ભય મુક્ત બનાવે તેવી પણ લોકમાગ ઉઠવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત ~ #369News