fbpx

ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરીણામ થયું જાહેર, જાણો આ વર્ષનું કેટલા ટકા આવ્યું પરિણામ

Date:

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. આજે ગુરુવારે જાહેર કરાયેલું ધોરણ 10નું 64.62 ટકા પરીણામ આવ્યું હતું

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. આજે ગુરુવારે જાહેર કરાયેલું ધોરણ 10નું 64.62 ટકા પરીણામ આવ્યું હતું. વર્ષ 2022માં 65.18 ટકા પરીણામ આવ્યું હતું. સવારે જી એસ ઈ બી ની https://www.gseb.org/ વેબસાઈટ પર પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. ઓનલાઈન વિદ્યાર્થીઓ આ પરીણામ જોઈ શકે છે. આ ઉપરાંત વ્હોટસએપ નંબર 6357300971 પર પરીણામ જાણી શકાય છે.

આજે જાહેર થયેલા પરીણામમાં કેટલાક વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવતા તેઓ ટોપર્સ બન્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરીશ્રમનું પરીણામ જાહેર થયું છે. ત્યારે સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારતા સૌથી વધુ પરીણામ આ જિલ્લાનું આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરીણામ જાહેર થયું છે.

સૌથી વધુ પરીણામ બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું

સૌથી વધુ પરીણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠાનું કુંભારીયા

નર્મદા ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછું પરીણામ 11.94 ટકા

દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરીણામ, 40.75 ટકા

272 શાળાઓનું 100 ટકા પરીણામ

સુરત જિલ્લાનું સૌથી વધુ પરીણામ જાહેર

દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરીણામ

અગાઉ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરીણામ જાહેર થઈ ચુક્યું છે ત્યારે ધોરણ 10નું પરીણામ આજે જાહેર થયું હતું. જો કે, આગામી દિવસોમાં જલદી જ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીણામ પણ જાહેર કરવામાં આવશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રજાપતિ સમાજ ના વિદ્યાર્થીઓ માટે પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા રાહત દરે ચોપડા ઓનું વિતરણ શરૂ કરાયું..

પાટણ પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા રાહત દરે ચોપડાઓનું વિતરણ શરૂ કરાયું.. ~ #369News

પાટણ માંથી નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રામાં પ્રથમ વાર ભૂદેવો ભગવાન શ્રી પરશુરામજી ના રથ સાથે જોડાશે..

પાટણ માંથી નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રામાં પ્રથમ વાર ભૂદેવો ભગવાન શ્રી પરશુરામજી ના રથ સાથે જોડાશે.. ~ #369News

સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને ક્રિષ્ના ગ્રુપ દ્વારા સર્વ સમાજના ઉમેદવારો માટે વ્યવસ્થા કરાઈ

સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને ક્રિષ્ના ગ્રુપ દ્વારા સર્વ સમાજના ઉમેદવારો માટે વ્યવસ્થા કરાઈ ~ #369News

જનનિધિ દશાબ્દી વર્ષ નિમિતે સભાસદો નું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

જનનિધિ દશાબ્દી વર્ષ નિમિતે સભાસદો નું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ~ #369News