fbpx

પાટણમાં મુસ્લિમ સમાજ દ્રારા તાજીયા ઝુલુસ અંતગૅત બનાવવામાં આવતા કલાત્મક તાજીયા અને ધોડાઓને આખરી અપાયો..

Date:

પાટણ તા. ૧૪
મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર તાજીયાને હવે
ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે પાટણ શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં સ્થાનિક રહીશો અને કારીગરો દ્વારા સુંદર અને કલાત્મક તાજીયા અને ઘોડા બનાવવાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

તા.૧૭ મી જુલાઇએ મહોરમ પર્વ મનાવવામાં આવનાર છે ત્યારે પાટણ શહેરના કાજીવાડા ખાતે ભુરાભાઈ સૈયદ દ્વારા સુંદર અને કલાત્મક ઘોડા બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોંથી ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા સેવાભાવી ભુરાભાઈ સૈયદ દ્વારા નાનપણથી જ મહોરમ પર્વ પૂર્વે ઘોડા બનાવવાની કારીગરી કરવામાં આવે છે અને આ કામગીરીમાં તેઓ માહિર છે

ત્યારે તેઓ દ્રારા ઉત્સાહ પૂર્વક પ્રતિવર્ષે અલ્લાહ તઆલા ની બંદગી સાથે આબેહુબ તાજીયાનો ઘોડો બનાવવામાં આવે છે અને તેમનો બનાવેલ ધોડો તાજીયા ઝુલુસ મા લોકોનું આકર્ષણ નું કેન્દ્ર બનતો હોય છે.

તો તાજીયા ઝુલુસ અંતગૅત શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં પણ આગામી મહોરમ પર્વને લઇ તાજીયા સહિત ધોડા બનાવવાની કામગીરી કરાતી હોય છે હાલમાં મુસ્લિમ બિરાદરો દ્રારા તાજીયા તેમજ ધોડા બનાવવાની કામગીરી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો મહોર પવૅ ને લઇ શહેર ની વિવિધ મસ્જિદોને પણ રોશનીથી શણગારવામાં આવી હોવાનું મુસ્લિમ અગ્રણી ભુરાભાઈ સૈયદે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ ખાતે ભક્તિ સભર માહોલમાં શ્રી પરશુરામ ભગવાન ના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી..

હારીજ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ કાર્યાલયનો શુભારંભ કરાયો.. પાટણ તા....

મતદાતા ચેતના અભિયાન અંતગૅત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ..

પાટણ તા. 23 મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બુધવારે પાટણ...

વિશ્વ સાયકલ યાત્રા કરી પરત ફરી રહેલા પાટણ ના મૌલિક પટેલનું સ્વાગત કરાશે…

પાટણ તા.૧૧અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના સમગ્ર ભારતના...