fbpx

શંખેશ્રવર ના મોટીચંદુરમાગૅ પર નાકાબંધી કરી મીની ટ્રકમાં લઈ જવાતા વિદેશી દારૂ ના જથ્થાને એલસીબી ટીમે ઝડપ્યો.

Date:

પાટણ તા. ૪
પાટણ એલસીબી પોલીસે ખાનગી રાહે મળેલી બાકીના આધારે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટીચંદુર માર્ગ નાકાબંધી કરી મીની ટ્રકમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે મીની ટ્રક ચાલકની અટકાયત કરી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય બુટલેગર સામે શંખેશ્વર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શંખેશ્વર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન ની બદીને ડામી દેવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ટીમ દ્વારા ચક્રો ગતિમાન બનાવ્યા હતા

ત્યારે ગતરોજ પાટણ એલસીબી ઇન્ચાર્જ પી.આઈ વી.આર.ચૌધરી એ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખીને શંખેશ્ર્વર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરતા મળેલ બાતમી આધારે મોટી ચંદુર ગામે રામાપીર મંદીર પાસેથી હાઇવે રોડ ઉપર નાકાબંધી કરતાં એક ઇસમ પોતાના ડ્રાઇવીંગ ભોગવટા વાળા મીની ટ્રક નં. જી. જે. ૧૨. એ. ઝેડ. ૩૦૪૮ ના ગુપ્તખાના માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૨૪ બોટલ/ટીન નંગ-૪૨૦ કિ. રૂ. ૧,૦૪,૭૬૦ ની રાખી ગાડી કિ.રૂ.૩ લાખ તથા મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૫,૦૦૦ મળી કુલ રૂ.૪, ૦૯, ૭૬૦ ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતો મળી આવેલ

દુદારામ ચેલારામ ઉર્ફે છેલાજી દેવાંશી રહે ફતાપુરા તા. સુમેરપુર જી.પાલી રાજસ્થાનની અટકાયત કરી શંખેશ્વર પોલીસ મથકે મુદામાલ સાથે સોપી ગુનો નોધાવી આ ગુનામાં સંડોવાયેલા ભવરલાલ પ્રેમારામ જાટ રહે છેવાડી જી.પાલી રાજસ્થાન વાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સમી-શંખેશ્વર હાઇવે પર ટ્રક પાછળ ધડાકાભેર કાર ઘૂસી જતાં ત્રણ યુવક નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા..

રક્ષાબંધન ના પવિત્ર દિવસે જ બહેનોએ ભાઈઓ ગુમાવતાં પરિવારજનોમાં...

હારીજ કુરેજાની મુખ્ય કેનાલમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝંપલાવ્યુ…

સ્થાનિક તરવૈયાઓએ મહિલાની શોધ ખોળ હાથ ધરી : પરિવારજનોમાં...