fbpx

પાટણ જિલ્લાની 802 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાશે..

Date:

પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાલ વાટિકા અને ધોરણ 1 માં પંદર હજારથી વધારે ભૂલકાંઓ પ્રવેશ મેળવશે.

પાટણ તા. 10
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.12, 13 અને 14 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ નો શુભારંભ થશે. પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને લગતી તમામ તૈયારી ઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શિક્ષણની કેડી પર પ્રથમ પગથિયું મુકનારા આ નાના બાલ ઉજ્જવળ ભવિષ્ય ઘડતર તરફ જવા થનગની રહ્યા છે, આ તમામ ભૂલકાઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવકાર આપવાની તમામ તૈયારીઓ કરવામાં આવી ગઈ છે.પ્રધાનમંત્રી અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003 થી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી તેનાથી પાટણ સહિત રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશીયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આજે પાટણ જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટવાની સાથે ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નામાંકન થયું છે.પાટણ જિલ્લા માં આગામી સમયે 12 થી 14 જૂન દરમિયાન પાટણ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન 9 તાલુકા, 72 ક્લસ્ટરમાં થશે.આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ માં જિલ્લા શિક્ષણ સમિતિની 792 શાળા, નગર શિક્ષણ સમિતિની 10 શાળા મળી કુલ 802 શાળામાં પ્રવેશોત્સવ યોજાશે.આ માટે જિલ્લાના પદાધિકારીઓ, અધિકારી ઓ રોજની ત્રણ શાળાની મુલાકાત લેશે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પાત્રતા ધરાવતા બાળકોના આંગણવાડી, બાળવાટિકામાં નામાંકન અને પ્રવેશ આપવામાં આવશે. વિધ્યા પ્રવેશ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 માં બાળકોને પ્રવેશ અપાવી શુભારંભ કરવામાં આવશે.

પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરનાર દીકરીઓને વિધ્યાલક્ષ્મી બોન્ડના ચેકનું વિતરણ કરવા માં આવશે.100% હાજરી ધરાવતા બાળકો અને વાલીઓ, લોકફાળો આપનાર દાતા ઓનું સન્માન સાથે શાળામાં વુક્ષારોપણ પણ કરવા માં આવશે.સરકાર દ્વારા મેડિકલ, એન્જિનીયરિંગ જેવા અનેક ક્ષેત્રો માં શિક્ષણ માટે ઉત્તમ વ્યવસ્થાઓ ઊભી કરી છે. ત્યારે પાટણ જેવા સરહદી અને સૂકા વિસ્તારમાં પણ રાજ્ય સરકારની શૈક્ષણિક યોજનાઓનો લાભ છેવાડાના વિદ્યાર્થીઓને મળી રહે એ માટે સરકાર પ્રયત્નશીલ છે. સરકારની વિવિધ યોજના ઓના લાભ થકી આજે પાટણ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે દિવસે ના દિવસે આગળ વધી રહ્યો છે. આજે પાટણ વિધ્યાનગરી તરીખે ઓળખાવવામાં આવી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પડતી તકલીફો દૂર કરવા સરકાર કટિબદ્ધ બની છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

જે ત્રણ રથોમાં બિરાજમાન થઈ ભગવાન નગરચર્યાએ નીકળવાના છે તે ત્રણેય રથોની સફાઈ કામગીરી શરૂ કરાઈ..

મુસ્લિમ અને રાણા પરિવારના યુવાનો વર્ષોથી ભગવાનના રથોની સફાઈ...

સરકારી નાણાની ઉચાપતના ગુનામા છેલ્લા 1વર્ષ થી નાસતા ફરતા આરોપીને વારાહી પોલીસે દબોચ્યો.

પાટણ તા. 10પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ ચીરાગ કોરડીયા...