સીઆરપી ની તાલિમ ઈમરજન્સી ના સમયે ખૂબ ઉપકારક બનતી હોય છે : કેબીનેટ મંત્રી..
પોલીસ જવાનો સીઆરપી ની તાલિમ મેળવી વધુ મા વધુ નાગરિકો ના જીવ બચાવી શકશે. : પોલીસ મહા નિર્દેશક..
પાટણ તા. 12
પાટણ ધારપુર મેડીકલ કોલેજ ખાતે રવિવારે પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન- CPR તાલીમ આપવામાં આવી હતી આ એક દિવસીય તાલીમ કાર્યક્રમને કેબિનેટ મંત્રી બળવત સિંહ રાજપૂત સહિત ના આગેવાનો ના વરદ હસ્તે શુભારંભ કરાયો હતો.
આ પ્રસંગે કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે સી.પી. આર તાલીમ ની દરેક નાગરિકને જાણ હોવી જરૂરી છે અકસ્માતના સમયે સૌથી પહેલા ઘટના સ્થળે પોલીસ પહોચતી હોય છે. અકસ્માત કે કટોકટીના સમયમાં અને હાર્ટ એટેકમાં જ્યારે કોઈપણ નાગરિકની જાન જોખમમાં આવે છે ત્યારે સી.પી.આર તાલીમ લીધેલ પોલીસ જવાનો દ્વારા નાગરિકો ની જાન બચાવી શકાય છે મહા મૂલી માનવ જિંદગી બચાવવા માં સી. પી. આર તાલીમ કારગત સાબિત થશે તેમ તેઓએ જણાવ્યું હતું.
પોલીસ મહાનિરીક્ષક જે આર મોથલીયાએ જણાવ્યું કે,અકસ્માત અને આકસ્મિક સંજોગો માં ઘણી વખત હાર્ટ એટેકના કેસ માં પોલીસ જવાનોને સી.પી.આર તાલીમ આપેલી હોય તો નાગરિકોના જીવ બચાવી શકાય છે.પાટણ પોલીસ સી.પી. આર તાલીમ થી તાલીમબદ્ધ થઈ નાગરિકો ની વધુ સેવા કરી શકશે.
પાટણ શહેરમાં અંદાજે 900 જેટલા પોલીસ જવાનોને ધારપુર મેડિકલ કોલેજ ખાતે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી 108ને ત્વરીત બોલાવતા 05 થી 10 મીનીટનો સમય જતો હોય છે.તે 05 થી 10 મીનીટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની બની છે.
ધારપુર મેડિકલ કોલેજ ખાતે પાટણ પોલીસ ના 900 થી વધુ પોલીસ જવાનો ને CRP ની તાલીમ આપવામાં આવી હતી.સીઆરપી તાલીમ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંત સિંહ રાજપૂત, પોલીસ મહાનિરીક્ષક જે. આર. મોથલીયા, પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલ,સિદ્ધપુર ડી વાય એસ પી કે.કે.પંડયા, રાધનપુર ડીવાયએસપી ચૌધરી, ધારપુર મેડિકલ કોલેજ ડ ડીન હાર્દિક શાહ, તેમજ પોલીસ સ્ટેશન પીઆઇ, પી એસ આઈ સહિત પોલીસ જવાનોએ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી