fbpx

પાટણમાં G-20 ના VIP ઓના આગમન પગલે પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ઢોર ડબ્બાની ઝૂંબેશ અને સફાઈની કામગીરી કયાં સુધી…

Date:

VIP ઓ અને નેતાઓ ને સારૂ દેખાડવા પાલિકા દ્વારા કરાતી કામગીરી કાયમી ધોરણે કરાઈ તેવી લોક માગ..

પાટણ તા. 18 પાટણ નગરપાલિકા ની ઢોર ડબ્બા ની કામગીરી ફક્ત ને ફક્ત કોઈ નેતા કે વીઆઈપી પાટણમાં આવવાના હોય તો જ કાર્યરત બનતી હોય છે. ત્યારે નેતા કે વીઆઈપી ની પાલિકા તંત્ર દ્વારા જેટલી કેર લેવામાં આવે છે તેટલી જ કેર જો તંત્ર દ્વારા શહેરીજનો પ્રત્યે રાખીને ઢોર ડબ્બાની કામગીરી કાયમી ધોરણે બજારમાં હાથ ધરી શહેરમાં વધી રહેલા રખડતા ઢોરોના આતંકને નાથવાના પ્રયત્નો કરવામા આવે તેવી લોક માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.

પાટણ શહેરમાં ગતરોજ જી ટ્વેન્ટી સમિટના સભ્યો રાણીની વાવ સહિતની મુલાકાતે આવવાના હોય જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સહિત પાલિકા તંત્ર સતર્ક બની ગયું છે અને તેને લઈને પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોના આતંકને નાથવાના પ્રયત્નો પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે પાટણ નગરપાલિકાના ઢોર ડબ્બા દ્વારા શહેરમાં રખડતી ગાયોને પકડી રૂગનાથપુરા પાંજરાપોળ ખાતે 35 થી 40 આંખલાઓ અને ખલીપુર પાંજરાપોળમાં 20 થી 25 ગાયોને મોકલવામાં આવી હોવાનું ઢોર ડબ્બાના કર્મચારીએ જણાવ્યું હતું.

પાટણ નગર પાલિકા દ્વારા શહેરમાં રાજકીય નેતાઓ અને વીઆઈપી ઓના આગમન પૂર્વે પાલિકા દ્વારા કરાતી રખડતાં ઢોર ડબ્બે કરવાની ઝૂંબેશ સાથે સાથે માગૅની સફાઈ કામગીરી શહેરીજનોની સુખાકારી ને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તેવી માગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટીનું વર્ષ 2023 -24 નું રૂ. 66 લાખની પુરાત વાળું બજેટ મંજૂર કરાયું..

યુનિવર્સિટીનું વર્ષ 2023 -24 નું રૂ. 66 લાખની પુરાત વાળું બજેટ મંજૂર કરાયું.. ~ #369News

પાટણમાં પૂર્વ સૈનિકો/સ્વ.સૈનિકોના ધર્મપત્નિઓનું સંમેલન યોજાયું..

પાટણમાં પૂર્વ સૈનિકો/સ્વ.સૈનિકોના ધર્મપત્નિઓ નું સંમેલન યોજાયું.. ~ #369News

પાટણ નગરપાલિકા દ્વારા રૂ. ૧૧.૭ લાખના ખર્ચે ચાર વિસ્તારમાં મીની હાઈમાસ્ક ઉભા કરાયા..

પાલિકા પ્રમુખ સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી ઉપરોક્ત વિસ્તારોમાં મીની...