પાટણ તા.20 પાટણની સબ જેલ ખાતે બુધવારના રોજ અધિક પોલીસ મહા નિદેશક ની સુચના મુજબ અને ઇ.ચા. અધિક્ષક બી.ટી.દેસાઇ નાઓના માર્ગદર્શન હેઠળ પાટણ ફાઈર સ્ટેશનના ફાઈર ઓફિસર સ્નેહલભાઇ જે.મોદી અને તેમની ટીમના સંકલનમાં રહી જેલોમાં બનતા આગના બનાવો સમયે કઈ રીતે મદદરૂપ બની શકાય અને કઈ રીતે રાહત બચાવની કામગીરી કરી શકાય તેની વિશેષ જાણકારી સાથે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું.
તો અત્રેની જેલનાં અધિકારી કર્મચારીઓ અને કાચા કામના આરોપીઓને ફાયર સેફ્ટી FEE અંગેની તાલીમ આપવામાં આવેલ હતી. પાટણ સબજેલ ખાતે આયોજિત આ મોક ડ્રીલ સહિતના કાર્યક્રમને સફળ બનાવવા જબજેલ ના જેલર સહિતના પોલીસ કમૅચારી એ સુંદર સહિયોગ પુરો પાડ્યો હતો.