પાટણ તા. 5 તા.01.08. થી તા.07. 08.સુધી મહિલાઓના સન્માન અર્થે નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીના અધ્યક્ષ સ્થાને “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રો અંતર્ગત સિદ્ધી મેળવેલ મહિલાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ .સોલંકી દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરીને મહિલાઓની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મુકેશભાઈ પટેલ દ્વારા મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે નારી શક્તિની તાકાત વિશે વિસ્તૃત ચર્ચા કરી સમાજમાં નારીનો શું ફાળો છે, તેમજ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનો ફાળો તે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહેમાનો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓએ મેળવેલ સિધ્ધીને બિરદાવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પશુપાલન વિભાગ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી, બાગાયત ક્ષેત્રે કામગીરી, સખીમંડળની બહેનોને કેસ ક્રેડિટ સર્ટિફિકેટ તથા ચેક વિતરણ, વાલી દિકરી યોજનાના મંજૂરી હુકમો, PBSC ના મહિલા કર્મચારીનું સન્માન, આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી મધમાખી પાલન માટે સન્માન કરવામાં આવ્યું હતુ. મહિલા નેતૃત્વ દિવસની થીમ આધારિત નાટક મંડળી દ્વારા નાટક ભજવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી ,નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આર.કે.મકવાણા, જિલ્લા દહેજ પ્રતિકબંધક અધિકારી, નાયબ પશુપાલન નિયામક, જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી, બાગાયત અધિકારી ,લીડબેંકમેનેજર ,તથાએન.આર.એલ.એમ. સ્ટાફ, DHEW સ્ટાફ, PBSC સ્ટાફ, OSC સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી