fbpx

પાટણની સિદ્ધરાજ પોસ્ટ ઓફિસનું મકાન જજૅરિત બનતા હેડ પોસ્ટ ઓફિસ ખાતે ખસેડવામાં આવી..

Date:

સિધ્ધરાજ પોસ્ટ નું કામજુના સ્થળે ચાલુ રાખવા વિસ્તાર ના રહીશો સહિત કોર્પોરેટર એ લેખિતમાં રજુઆત કરી..

પાટણ તા. 16 પાટણ શહેરના કનસડા દરવાજા પાસે આવેલ વિઠ્ઠલ ચેમ્બસૅ મા વષો થી કાયૅરત સિદ્ધરાજ પોસ્ટ ઓફિસનું મકાન જજૅરિત બનતાં આ પોસ્ટ ઓફિસની સેવાઓ તાજેતરમાં હેડ પોસ્ટ મા કાયૅરત કરવામાં આવી છે ત્યારે સિધ્ધરાજ પોસ્ટ ઓફિસ કનસડા દરવાજા વિસ્તાર માથી હેડ પોસ્ટ ઓફિસ ખાતે ખસેડવામાં આવતાં આ વિસ્તાર ના રહિશો સહિત વિસ્તારના કોર્પોરેટર દ્વારા સિધ્ધરાજ પોસ્ટ ઓફિસનું કામકાજ પુનઃ આ વિસ્તારમાં શરૂ કરાય તે માટે લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. વિસ્તારના રહીશો સહિત વિસ્તારના કોર્પોરેટર દ્વારા પોસ્ટના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સિધ્ધરાજ પોસ્ટ ઓફિસ દરવાજા વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ ચેમ્બરમાં લગભગ 70 વર્ષથી જૂની અને હેડ ઓફિસ પછીની પાટણ નગર માં સૌથી મોટી પોસ્ટ ઓફિસ છે.જેમાં લગભગ 50,000 કરતાં પણવધારે ખાતા ધારકો ધરાવે છે. આ પોસ્ટ ઓફિસ માં 26 ગામની BO ઓફિસ નું કામકાજ અહીથી થાય છે અને આ 26 ગામોની BO ઓફિસ ને આ ઓફિસ નજીક પડે છે . આ પોસ્ટ ઓફિસ પાટણ તથા આજુબાજુ ભાગના ગામની લગભગ ત્રીજા ભાગ ની જન સંખ્યા જેમાં લગભગ 25-30 કિલોમીટર સુધી ના વિસ્તારનું કામકાજ અહી ચાલે છે. આ પોસ્ટ ઓફિસ ની બાજુમાં પાટણ નગરપાલિકા, મામલતદાર કચેરી, જિલ્લા સ્પોર્ટ સંકૂલ તાલુકા પંચાયત, માર્ગ અને મકાન ની ઓફિસ, કેન્દ્રિય વિધ્યાલય, ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળા, બ્લડ બેંક તથા પાટણ નું વર્લ્ડ હેરિટેજ રાણી ની વાવ તથા એ ડિવિઝન પોલિસ સ્ટેશન જેવી સરકારી અર્ધ સરકારી તથા વિવિધ શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં સિનિયર સીટીઝન હાઉસ આવેલું છે આ સિનિયર સીટીઝનો આ પોસ્ટ ઓફિસમાં પોતાની જિંદગી ભરની કમાણી મૂકીને વ્યાજ લેવા માટે પણ આવે છે સિદ્ધરાજ પોસ્ટ ઓફિસ ધ્વારા લગભગ 1,30,000 જન સંખ્યા ની પોતાની સેવા પૂરી પાડે છે. આ પોસ્ટ ઓફિસ માં સરકાર ધ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે વિધવા સહાય, પેન્શન સહાય ના પણ ઘણા બધા ખાતા ધરાવે છે. આ પોસ્ટ ઓફિસ માં ઘણા બધા પેન્શનરો છે તથા શ્રમિક વર્ગ અને મહિલા મંડળો તથા સખી મંડળો મોટા ભાગના પોતાની બચતના ખાતા આ પોસ્ટ ઓફિસમાં ચાલે છે. આ પોસ્ટ ઓફિસ ધ્વારા વિવિધ ગ્રાહક ની સેવા જેવી કે લાઇટ બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ, સ્પીડ પોસ્ટ, રજીસ્ટર AD, PLI, RPL, તથા ટિકિટ વિતરણ તથા ટિકિટ ટપાલ સેવા જેવી અતિઆવશ્યક સેવાઓ નો લાભ લે છે. આ પોસ્ટ ઓફિસ ના ગ્રાહકને હેડ ઓફિસ માં જવાનું થાઈ તો જવા આવવાનું અંતર 4 કિલોમીટર થય જાઈ તેમ છે.આ વિસ્તારના વૃદ્ધો અને વિધવાઓ શ્રમિકો તથા નાગરિકો તથા સરકારી અર્ધ સરકારી અને વર્લ્ડ હેરિટેજ જેવી સંસ્થાઓને સિદ્ધરાજ પોસ્ટ ઓફિસની સેવાઓ નો લાભ મળી રહે તે માટે વિસ્તારના કોર્પોરેટર સહિત વિસ્તાર ના રહીશો એ પોસ્ટ ઓફિસ ની જગ્યાને રિપેરિંગ કરીને ચાલુ રાખવામા આવે તો આ પોસ્ટ ઓફિસને 100 વર્ષ સુધી કંઇજ થાય એમ નથી અને આ બિલ્ડીંગ માં ના બેસવું હોય તો બીજી પ્રાઇવેટ જગ્યાઓની અરજી પણ આપેલી છે. તો આ જગ્યાઓ ને એનાએ વિસ્તારના બિલ્ડીંગોમાં પર્યાપ્ત ઓફિસની સેવા ચાલુ રાખવા ડાયરેકટર જનરલ પોસ્ટ ડીપાર્ટમેન્ટ વીક પોસ્ટ નવી દિલ્લી અને ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત રાજ્ય ને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત પાટણમાં કેનાલની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી..

પાટણના ટેલીફોન એક્સચેન્જ થી રાજનગર સુધીની કેનાલ સાફ કરાઈ.. પાટણ...

પાટણની સ્પેશિયલ પોકસો કોર્ટે મર્ડર વીથ પોક્સોના આરોપીને આજીવન સજા ફટકારી..

સરકારી વકીલ ડો.એમ. ડી.પંડ્યાની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં...