fbpx

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરાઈ..

Date:

યુનિવર્સિટીની કારોબારી અને સેનેટ સભાની નિયુકતી રદ્દ થઈ..

પાટણ તા. 9
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સોમવાર થી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ બિલ લાગુ કરવામાં આવતા હવે કારોબારી તેમજ સેનેટ સભા ની નિયુક્તિ રદ થઇ છે. આગામી 30 દિવસમાં જ કુલપતિ ડૉ.રોહિત દેસાઈ અધ્યક્ષ અને રજીસ્ટ્રાર સહિતના 18 સભ્યોની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બોડી તૈયાર કરાશે જે યુનિવર્સિટી ના સર્વપરી નિર્ણયકર્તા રહેશે.યુનિ.માં કોમન એક્ટ લાગૂ થયા બાદ તબક્કા વાર બદલાવ આવશે. આ એક્ટ અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ મુખ્ય નિર્ણયકર્તા રહશે.જેમાંએક્ઝિક્યુટિવ કાઉન્સિલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ બોર્ડમાં કુલપતિ ,રજીસ્ટ્રાર શિક્ષણ, ખેતી ઉદ્યોગ જેવા ક્ષેત્રના તજજ્ઞ , નેશનલ ઇન્સ્ટિટયૂટ ના એક્સપર્ટ,યુનિ.વિભાગના હેડ ,યુનિના ડીન , કોલેજ ડિપાર્ટમેન્ટ હેડ ,યુનિ.ના અધ્યાપક,કોલેજોના અધ્યાપક ,સહિતની બોડી બનશે.જેના માર્ગદર્શન હેઠળ રોજિંદા વહીવટ અને જરૂરી ફરજો નિભાવશે.એકેડમી કાઉન્સિલ શિક્ષણ સંશોધન વિસ્તરણ મૂલ્યાંકન અને શૈક્ષણિક નીતિઓ ઘડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.બોર્ડ ઓફ મેનેજમેન્ટની સભ્યોની નિમણૂકમાં 33% મહીલા સભ્યોની જોગવાઈ કરાઈ છે.પ્રથમવાર કોલેજોના અધ્યાપકો અને રજીસ્ટ્રેશન થયેલા ગ્રેજ્યુટ વિદ્યાર્થીઓને આ બોડીમાં સ્થાન મળશે.જેથી વિદ્યાર્થીઓના પ્રશ્નો રજૂ કરીને સત્વરે નિરાકરણ પણ લાવી શકશે.આગામી એક માસની અંદર કમિટીઓની નિમણૂક કર્યા બાદ સરકારમાં મોકલી આપવામાં આવશે.જેની મંજૂરી મળતા અમલમાં મુકાશે તેવું યુનિવર્સિટી ના સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

‘જીવન યોગનું રહસ્ય સમજાવે છે ગીતા’ વિષય પર શ્રીમંત ફતેહસિંહ રાવ લાઈબ્રેરી ખાતે પ્રવચન યોજાયું..

પાટણ તા. ૨૩પાટણ શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં મને જાણો કાર્યક્રમ...

પાટણ વાડા 100 ગોળ રોહિત સમાજના વર્ષ 2025 ની નવીન કારોબારી રચાઈ..

પ્રમુખ પદે અશોકભાઈ વિરાભાઈ સોલંકી દેલમાલ વાળા ની સવૉનુમતે...