google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

હારીજના સરવાલ ગામે શિક્ષકોના ઝગડા મામલે બીજા દિવસે પણ બાળકો નું શિક્ષણ કાયૅ ઠપ્પ રહ્યું..

Date:

ઝગડાળુ શિક્ષકોની અન્યત્ર બદલી નહીં કરાઈ ત્યા સુધી શાળાને તાળા મારી રાખવાની ગ્રામજનોની ચિમકી..

પાટણ તા. 1 પાટણ જિલ્લાના હારિજ તાલુકાના સરવાલ ગામની પ્રાથમિક શાળામાં અવાર નવાર શિક્ષક સ્ટાફના ઝઘડાઓથી કંટાળી જઈ ગ્રામજનોએ શુક્રવારે શાળાના ગેટ ને તાળાં મારી દીધા હતા. અને શાળાના બે દોષિત શિક્ષક શિક્ષિકાની બદલી અન્યત્ર નહિ કરાઈ ત્યાં સુધી શાળાને તાળાબંધી રાખી બાળકોને શાળાએ નહી મુકવા નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મામલે તાલુકા શિક્ષણ અધિકારી નનુભાઈ દ્રારા બિન કેળવણી શિક્ષક ને તપાસના આદેશ આપી તેનો રિપોર્ટ આવે જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીને આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ત્યારે શુક્રવારે બીજા દિવસે પણ શાળાના ઝગડાળુ શિક્ષકો ની શિક્ષણ વિભાગ દ્વારા અન્યત્ર બદલી નહીં કરાતાં બીજા દિવસે પણ ઝગડાળુ શિક્ષકો મામલે બાળકો નું શિક્ષણ કાયૅ ઠપ્પ રહ્યું હતું. તો ગ્રામજનોએ પણ જયાં સુધી ઝગડાળુ શિક્ષકો ની અન્યત્ર બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી સાથે બાળકો ને શાળાએ નહીં મોકલવાની ચિમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

એક વૃક્ષ દેશ કે નામ અંતગૅત મુસ્લિમ સમાજ ની ચાર સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું..

મુસ્લિમ સમાજ ના ધમૅ સ્થાનો પર વિવિધ પ્રકારના વૃક્ષો...

પાટણના જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન મા શરૂ કરાયું પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર…

PBSC યોજનાથી ઘરેલુ હિંસા અને અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાઓને...

પાટણના વેળાવાપુરા ખાતે કરબલાની યાદમાંબ્લડ કેમ્પ યોજાયો..

148 બ્લડ ડોનરોએ સ્વેચ્છાએ પોતાનું બ્લડ ડોનેટ કયુઁ..પાટણ તા....