fbpx

એક વૃક્ષ દેશ કે નામ અંતગૅત મુસ્લિમ સમાજ ની ચાર સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું..

Date:

પાટણ તા. ૨૨
એક વૃક્ષ દેશ કે નામ અંતગૅત રવિવારે પાટણ શહેરની વિવિધ મુસ્લિમ સંસ્થાઓ દ્વારા મુસ્લિમ ધમૅ સ્થાનો મા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી હરિયાળું પાટણ હરિયાળો દેશ બનાવવા ના સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યાં હતાં.

પાટણ શહેરમાં કાયૅરત મદ્રેસા જામે અતુન્નુર રખતાવાડા,માનવતા ફાઉન્ડેશન, ઈદગાહ કમિટી અને ખિદમત ગૃપ દ્રારા આયોજિત એક વૃક્ષ દેશ કે નામ અંતગૅત દેશના વડાપ્રધાન ની પયૉવરણ પ્રત્યે ની જાગૃતતા માટેની અપીલને ઘ્યાનમાં રાખીને શહેરની ઈદગાહ સહિત મુસ્લિમ સમાજ ની ધામિર્ક જગ્યાએ વિવિધ પ્રકારના વૃક્ષો નું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યો હતો.

આ વૃક્ષા રોપણ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાનો, યુવા કાર્યકરો સહિત ચારેય સંસ્થાના પ્રમુખો, મંત્રીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકા ના વિકાસ ના કામોના ચૂકવણા ના તાત્કાલિક કરવા રજુઆત કરાઈ..

પાટણ તાલુકાના વિકાસના કામો ના ચૂકવણા ના તાત્કાલિક કરવા રજુઆત કરાઈ.. ~ #369News