fbpx

પાટણ સરકારી બાળ ગૃહના બાળકોએ “વીર બાલ દિવસ – ૨૦૨૩” ની ઉજવણી કરી….

Date:

પાટણ તા. ૨૭
પાટણ જિલ્લામાં આવેલ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે ૭ થી ૧૮ વર્ષના બાળકોને આશરો આપવામાં આવે છે. વડાપ્રધાન દ્વારા શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગોવિંદ સિંહજીની જન્મ જયંતિના દિવસે તેમના યુવાન પુત્રોની અભૂતપૂર્વ શહાદતને શ્રધાંજલિ આપવા માટે ૨૬મી ડીસેમ્બર ના રોજ “વીર બાલ દિવસ’’ મનાવવાની જાહેરાત કરી હતી. જે મુજબ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, જાળેશ્વર પાલડી, પાટણ ખાતે “વીર બાલ દિવસ’’ નિમિત્તે બાળકો દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

જેમાં શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને તેમના પુત્રોની શુરવીરતાના કરેલ કાર્યો પર બાળકોએ નિબંધ, વિષય લગત ક્વિઝ સ્પર્ધા, ગુરુ ગોવિંદ સિંહજી અને તેમના પુત્રો વિશેનો જીવન પરિચય બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. સાથે સાથે બાળકોની રસ રૂચી મુજબ તેઓને ગદ્ય પઠન, ગીત, કવિતા રજુ કરી હતી. બાળકોએ વીર બાળ દિવસને લગતી ફિલ્મ તેમજ વડાપ્રધાન નો લાઈવ કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.સમગ્ર પ્રવૃત્તિઓ દરમિયાન અધિકારીઓ તેમજ કર્મચારીઓ સૌ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

વરાણામાં ખોડિયાર ધામ ખાતે 15 દિવસીય મીની કુભ સમાન મહામેળાનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ..

વરાણામાં ખોડિયાર ધામ ખાતે 15 દિવસીય મીની કુભ સમાન મહામેળાનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ.. ~#369News

ચૂંટણી કામગીરી માં જોડાયેલ યુનિવર્સિટીના 80% સ્ટાફ ને જાહેર રજા હોય યુનિવર્સિટીના કામ અર્થે આવતા લોકો ને ધક્કો પડ્યો..

પાટણ તા. ૮પાટણ લોકસભા બેઠકની મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં હેમચંદ્રાચાર્ય...

વ્યાજખોરોના ત્રાસ અને ધમકીથી વાજ આવેલ મહિલાએ પોલીસ ના દ્રારા ખખડાવ્યા…

મહિલાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.. પાટણ...

યુનિ.દ્રારા લેવામાં આવનાર ડેન્ટલની પરીક્ષાની તારીખ લંબાવાઈ..

તા. 6 ઓગસ્ટના બદલે હવે તા. 21 ઓગસ્ટથી પરિક્ષા...