પાટણ એસઓજી ટીમ ને બાતમીના આધારે NDPS નો કેસ શોધવામાં સફળતા સાપડી..
પાટણ તા. ૧૧
પાટણ જિલ્લાના તાલુકા મથક સિદ્ધપુરના ધારીવાડા ચેકપોસ્ટ પરથી પસાર થતી લકઝરી બસમાંથી પાટણ
એસઓજી ટીમે બાતમીના આધારે માદક પદાથૅ હેરોઈન નો જથ્થો ઝડપી NDPS નો કેશ સોધી કાઠવામાં સફળતા મેળવી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજેન્દ્ર પટેલ દ્વારા એ.ટી.એસ અમદાવાદ ના ઓએ ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સ પદાર્થ, કેફી ઔષધો અને મન:પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા અને આવી પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સારૂ પાટણ જિલ્લાની પોલીસ ને કરેલ સુચનો અને આપવામાં આવેલ
માર્ગદર્શન આધારે પાટણ એસઓજીપીઆઈઆર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસ સ્ટાફ ના માણસો પાટણ જિલ્લામા પેટ્રોલીગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “રાજસ્થાન બાડમેર” થી લકઝરી બસ નં AR-01-R-4135 મા કોઇ અજાણ્યો ઇસમ માદક પદાર્થ પાવડર લઇ નીકળનાર હોઇ જે આધારે ધારીવાડા ચેક પોસ્ટે ચેકિંગ દરમ્યાન બાતમી હકિકત વાળી “જય બજરંગ ટ્રાવેલ્સ”નામની લકઝરી બસ નીકળતા તેને ઉભી રખાવી તપાસ કરતાં બસ માથી બીનવારસી હાલતમા માદક પદાર્થ હેરોઈન નો ૧૬૦.૬૪૦ ગ્રામ કિ જથ્થો કિ.રૂ.૮,૦૩,૨૦૦ અને લકઝરી બસ કિ.રૂ.-૨૦,૦૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ. ૨૮,૦૩,૨૦૦ નો પોલીસ હસ્તગત કરી સિધ્ધપુર પોલીસ મથકે NDPS નો ગુનો અજાણ્યા શખ્સ સામે નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી