ધારપુર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની પૃછા કરી સ્વસ્થતા માટે ની કામના વ્યકત કરી..
પાટણ તા. ૧૯
જી.એમ.ઈ.આર.એસ સોસાયટી ગુજરાત રાજ્ય ગાંધીનગર ના CEO ડો.યોગેશાનંદ ગોસ્વામી એ શનિવારે ધારપુર હોસ્પિટલ ની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી.
ડો. યોગેશાનંદ ગોસ્વામી ની આ મુલાકાત દરમિયાન તેઓએ ધારપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ની મુલાકાત લઈ તેઓના સારા સ્વાસ્થ્ય ની કામના સાથે ધારપુર હોસ્પિટલમાં મળતી સારવાર લગત માહિતી મેળવી દર્દીઓના અભિપ્રાય લીધા હતા.
સાથે સાથે તેઓએ ધારપુર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો તથા સ્ટાફ સાથે આરોગ્ય ની સુવિધા બાબતે મુકતમને ચર્ચાઓ કરી ધારપુર હોસ્પિટલ ની આરોગ્ય લક્ષી સુવિધાઓ બાબતે સંતોષ વ્યકત કર્યો હતો.જીએમઈઆરએસ સોસાયટી ગુજરાત રાજ્યના સીઈઓ ડો. યોગેશાનંદ ગોસ્વામી ની ધારપુર હોસ્પિટલ ની આકસ્મિક મુલાકાત દરમિયાન ધારપુર હોસ્પિટલ ના હેડ સહિત વિવિધ વિભાગોનો તબીબો અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.