fbpx

શ્રી અખિલ વઢિયાર વિકાસ કર્મચારી સંઘ દ્વારા તેજસ્વી તારલાઓનું તથા નવનિયુકત તેમજ નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો..

Date:

પાટણ તા. ૧૯
પાટણ ખાતે રવિવારે શ્રી અખિલ વઢિયાર વિકાસ કર્મચારી સંઘ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનું તથા નવનિયુકત તેમજ નિવૃત્ત કર્મચારીઓનું સન્માન સમારોહ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગને સંબોધતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે ઘણી બધી જગ્યાએ માણસ સુખી સંપન્ન થાય ત્યારે સમાજની ચિંતા કરે છે તેમના પરિણામે છેવાડાના માનવીની કામગીરી થકી અને બહુ ચિંતન કરીને આપે સરસ ભવન બનાવ્યું છે.

દીકરીઓના સન્માન વખતે દીકરીઓને મેં પૂછ્યું બેટા શું કરવું છે તો મને કીધું કે મારે 92% છે અને ડોક્ટર બનવું છે. આજનો જમાનો શિક્ષિત લોકોનો છે. હું આપને વિનંતી કરું છું કે જીવનમાં સમાજનું એક ઋણ હોય છે તેને આપણે ઉતારીએ.કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને તેઓની કામગીરીથી આપ વાકેફ છો.કર્મચારી ભાઈઓ તમે સરકારની યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવાના કામ કરો એ હિતાવહ છે. તમે સમાજનું આટલું કામ તો કરો છો. સમાજના જે ભાઈઓ છે આપણા ગામડામાં રહેતા છેવાડામાં રહેતા હોય બીજે રહેતા હોય તેમાં મદદરૂપ થઈએ.

સમાજમાં મોટું યોગદાન આપીશું શિક્ષણ પાછળ વાપરીશું લોકો સુધી પહોંચાડીશું મારી સમાજના ભાઈઓને એક વિનંતી છે કે તમે એક ઉદ્યોગપતિ થાઓ અને હું તમને ચોક્કસ મદદ કરી તમે એક સારી મંડળી બનાવો  સરકાર તમને સારી સબસીડી આપશે અને તમને બધાને તો સરકાર એસટી ૮૦% સબસીડી આપે છે મારી સમાજ ને એક નમ્ર વિનંતી છે કે તમે સમાજમાંથી ૫૦૦-૧૦૦ ઉદ્યોગપતિ બનાવો. આજે ૨૧ મી સદી એ ટેકનોલો જી નો જમાનો છે. ઇન્ફોર્મેશનની દુનિયામાં સમયની સાથે તાલ મિલાવવો જોઈએ.આ પ્રસંગે નગર પાલિકા ના પ્રમુખ હિરલબેન પરમાર,સંગઠનના હોદ્દેદારો ડો. દશરથજી ઠાકોર, વશરામભાઈ સોલંકી,ડૉ. પરિક્ષિત સી. ચાવડા, ટોકરભાઈ ડી. નાણેચા સહિત સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સોનારડા ગામે રત્નશેખર સૂરીશ્વરજી મહારાજાના 60 માં જન્મદિને પૂજન- હવન સહિતના ધાર્મિક ઉત્સવ ઉજવાયા..

સોનારડા ગામે રત્નશેખર સૂરીશ્વરજી મહારાજાના 60 માં જન્મદિને પૂજન- હવન સહિતના ધાર્મિક ઉત્સવ ઉજવાયા.. ~ #369News

ખોડાભા હોલ ખાતે જીવદયા પરિવાર દ્રારા આયોજિત હેરિટેજ ગરબા 2023- નું મંડપ મૂહુર્ત કરાયું..

ખેલૈયાઓને હેરિટેજ ગરબા મહોત્સવ મા પધારવા નિમંત્રણ અપાયું.. પાટણ તા....