પાટણ તા. ૧૭
પાટણ શહેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ વેદા અમુલ પાર્લર વાળાએ ગોળાની ડીસ ખાવા પરિવાર સાથે આવેલ ઉમેશ ચૌધરી નામના પોલીસને ટોકન
લઈને નંબર પ્રમાણે ગોળાની ડીસ મળશે તેવું જણાવતાં ઉમેશ ચૌધરી નામના પોલીસ કમૅચારી નો ઈગો ધવાતા તેને બીજા દિવસે પોલીસ વર્દીમાં શહેર ટ્રાફિકની ગાડીમાં આવી રાત્રે 11 વાગ્યાના સમયમાં જ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી ફક્ત ને ફક્ત આ વેદા અમૂલ પાર્લરને કાયદાના નિયમો બતાવી બંધ કરાવવાની ફરજ પાડતા વેદા અમુલ પાલૅર ના સંચાલક ભુપેન્દ્ર ચૌધરી એ પોતાના મોબાઈલ દ્વારા આ પોલીસ કર્મચારીની જો હુંકમી નો વિડીયો ઉતારતા કાયદાના નિયમો બતાવતા પોલીસ કર્મચારીને ક્ષોભમાં પડી સ્થળ પરથી રવાના થવાની ફરજ પડી હતી.
જોકે આ ધટના સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પાટણ પોલીસ ની જોહુકમી નગરજનોમાં ટીકા પાત્ર બની હતી. પાટણ જિલ્લા પોલીસ વડાએ પણ પોલીસની છબી ખરડાવતા આવા પોલીસ કર્મચારી ઓની સાન ઠેકાણે લાવવા કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવું પાટણના પ્રબુઘ્ઘ નગરજનોમાં ચચૉતુ સાંભળવા મળ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી