આંખે ઓછું દેખાવાની ફરિયાદ ને લઇ તમામ દર્દીઓને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે રીફર કરાયા..
રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં બનેલા બનાવને લઈ પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું. ..
પાટણ તા. ૮
પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર શહેરમાં આવેલી સર્વોદય આંખની હોસ્પિટલ માં તા.૨ ફેબ્રુઆરી ના રોજ 13 ગરીબ દર્દીઓનાં મોતીયાના ઑપરેશન કરવામાં આવ્યા હતા દર્દીઓના ઓપરેશન બાદ દર્દીઓમાં અંધાપા જેવી સ્થિતિ સર્જાતા તમામ દર્દીઓને તાત્કાલિક વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવા ની ફરજ પડી હોવાનું તેમજ આ સમગ્ર મામલો પાટણ જીલ્લા આરોગ્ય તંત્ર ધ્યાને આવતા તંત્ર રાધનપુર ખાતે દોડયુ હોવાનું આધાર ભૂત સુત્રો તરફથી જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર શહેરની માણેકલાલ નાથા લાલ વખારીયા સર્વોદય આંખની હોસ્પિટલના તબીબો ની ગંભીર બેદરકારી સામે આવી છે
જેમાં તા. ૨ ફેબ્રુઆરીના રોજ આ હોસ્પિટલમાં 13 ગરીબ વૃદ્ધ દર્દીઓના તબીબી દ્રારા મોતિયાના ઓપરેશન કયૉ બાદ તે પૈકીના 7 દર્દીઓને આંખનું ઈન્ફેક્શન થતા આંખે ઓછું દેખાતું હોવાની તેઓ દ્રારા ફરિયાદ કરાતા ફરજ પરના તબીબો મા હડકંપ મચી જવા પામી હતી અને 7 દર્દીઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર તાત્કાલિક અમદાવાદ ખસેડવાની ફરજ પડી હતી. તો રાધનપુર સર્વોદય હોસ્પિટલની ધટના ની જાણ પાટણ જિલ્લા આરોગ્યતંત્રને થતા આરોગ્ય તંત્રની ટીમ પણ ઉપરોક્ત હોસ્પિટલ ખાતે રાધનપુર જવા દોડતી થઈ હોવાનું જાણવા મળ્યું છે.રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલ માં મોતિયાના ઓપરેશન બાદ સાત જેટલા દર્દીઓને આંખે ઓછું દેખાતું હોવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બનતા હાલમાં ઉપરોક્ત હોસ્પિટલમાં એકપણ દર્દી સારવાર હેઠળ ન હોવાનું પાટણનાં CDMO ડૉ.પ્રીતિ સોનીએ જણાવી હાલમાં આ સમગ્ર મામલે કહ્યું, CDMO ડો. પ્રીતિ સોનીનાં અધ્યક્ષ સ્થાને પાટણ આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.જોકે આ સમગ્ર ઘટનાને લઇ એક પણ દર્દી કે તેમના પરિવારજનો મીડિયા સામે કંઈ કહેવા તૈયાર નથી કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નોધાઈ હોવાનું જાણી શકાયું નથી.
અહેવાલ યશપાલ સ્વામી