fbpx

પાટણમાં આગામી 31 માચૅ ના રોજ લેવાનારી ગુજકેટની પરિક્ષાલક્ષી કામગીરી શરૂ કરાઈ…

Date:

પાટણ જિલ્લામાં 1195 વિધાર્થીઓ અને 912 વિધાર્થીનીઓ મળી કુલ 2107 પરીક્ષાર્થીઓ પરિક્ષા આપશે..

પાટણ તા. 24
પાટણ જિલ્લામાં ધોરણ 12 સાયન્સની પરિક્ષા પૂણૅ થઈ છે ત્યારે એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આગામી 31 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે જેમાં જિલ્લામાં કુલ 12 બિલ્ડીંગોમાં 2107 વિદ્યાર્થી ઓ પરીક્ષા આપશે. જેમાં 1195 વિદ્યાર્થીઓ અને 912 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે. પાટણ જિલ્લામાં ધોરણ 12 સાયન્સ ની પરીક્ષા શુક્રવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવાં પામી છે. સાયન્સના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષા 2024 નું આગામી 31 માર્ચના રોજ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણમાં લેવામાં આવનાર ગુજકેટની પરીક્ષામાં શિક્ષણ વિભાગ દ્વારા નોંધાયેલા 2107 વિદ્યાર્થીઓ માટે પાટણ શહેરની કુલ 12 બિલ્ડિંગોના 108 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જેમાં 1195 વિદ્યાર્થીઓ અને 912 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે. પરીક્ષાના આયોજન માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું શિક્ષણ વિભાગ ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમા કચરાના ઢગલા માથી ખોરાક આરોગનાર ગૌમાતા ને પોઈઝનિગ ની અસર થતાં ઢળી પડયા..

એનિમલ્સ એમ્બ્યુલન્સ ની ટીમ ને જાણ કરાતા તેઓએ તાત્કાલિક...

પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દલિત સમાજ ના આગેવાન દેવજીભાઈ પરમાર ને મૂર્તિ પુષ્પ શિલ્ડ એનાયત કરાયો..

પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દલિત સમાજ ના આગેવાન દેવજીભાઈ પરમાર ને મૂર્તિ પુષ્પ શિલ્ડ એનાયત કરાયો.. ~ #369News