સિધ્ધપુર સરસ્વતી નદીના તટે આવેલા અરવડેશ્વર મહાદેવ મંદિર નો નુતન શિખર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે…

140 વર્ષે આયોજિત આ ધર્મોત્સવ પ્રસંગે વિશ્વ કલ્યાણ અર્થે એક કરોડ મંત્રોચ્ચાર સાથે શાંતિ હોમાત્મક યજ્ઞ કરાશે..

પાટણ તા. ૧૦
સિદ્ધપુર સરસ્વતી નદીને તટે અરવડેશ્વર મહાદેવ મંદિરનો 140 વર્ષે નૂતન મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કોટી રુદ્ર શાંતિ હોમાત્મકનો ધર્મોત્સવ આગામી તા. ૬ માચૅ થી ઉજવવામા આવનાર છે ત્યારે આ ધાર્મિકોત્સવને સફળ બનાવવા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

સિદ્ધપુર ખાતે વિશ્વ કલ્યાણ અને વિશ્વશાંતિ માટે અરવડેશ્વર મહાદેવ દેવશંકર બાપા આશ્રમ અને ચંપકેશ્વર મહાદેવ ટ્રસ્ટ, સિદ્ધપુર દ્વારા આઠ વીઘા જમીનમાં સંવત 2080 મહાવદ 11થી મહા વદ અમાસ સુધી પાંચ દિવસ સુધી હોમાત્મક યજ્ઞ.નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શત ચંડી પાઠાત્મક ધર્મોત્સવનું ભક્તિ સભર માહોલમાં આયોજન કરેલ છે.

નૂતન મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કોટી રુદ્ર શાંતિ યજ્ઞમાં એક કરોડ મંત્ર આહુતિનો હોમ થશે. આહુતિ માટે 7 હજાર કિલો કાળા તલ.15 ડબ્બા શુદ્ધ ઘી, 500 મણ સરપણની આહુતિ 250 બ્રાહ્મણ અને 200 યજમાન મળી એક કરોડ આહુતિ અપૅણ કરશે.પાંચ દિવસીય ધર્મોત્સવમાં આરોગ્ય અને સુરક્ષા ની તકેદારીનાં ભાગરૂપે સંપૂર્ણ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા સજજ કરાઈ છે.

કોટી રુદ્ર શાંતિ યાગની પૂર્ણા હુતિ દિવસ મહા વદ અમાસ 10/03/2024 રવિવાર કરાશે આ ધાર્મિક પ્રસંગે સર્વ જ્ઞાતિય માટે ભોજન પ્રસાદની સાંજે 4 થી રાત્રીના 9 સુધીની વ્યવસ્થા કરાઈ હોવાનું ટ્રસ્ટી વેદપાઠી વિક્રમભાઈ પંચોલી જણાવ્યું હતું.