fbpx

પાટણ જિલ્લામાં વિદેશી દારૂની હેરીફેરી કરનાર બ. કાં. જિલ્લાના 2 ઇસમોની પાસા હેઠળ પાટણ એલસીબી ટીમે અટકાયત કરી..

Date:

પાટણ તા. 6
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જિલ્લામાં ગે.કા અસામાજીક પ્રવૃત્તિ કરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા કરેલ સુચના આધારે પાટણ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં બનાસકાંઠા જિલ્લાના પ્રોહી બુટલેગર્સ વાઘેલા (ઠાકોર) સ્વરૂપજી બાબુજી વિરચંદજી ઉ.વ.૩૦ રહે.પાદર ઠાકોર વાસ તા.કાંકરેજ જી.બનાસકાંઠા તથા લુદરીયા (ઠાકોર) જયેશજી ભાવાજી ગેમરજી ઉ.વ.૨૬ રહે.માંડલા તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળાઓ વિરૂધ્ધમાં તેઓના ગુનાહિત ઈતિહાસ ચકાસી તે ગુનાઓ આધારે પી.સી.સી. સેલ એલ.સી.બી પાટણ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ પાટણ નાઓએ પાસા હેઠળ અટકાયત કરી વાઘેલા (ઠાકોર) સ્વરૂપજી બાબુજી વિરચંદજીને મધ્યસ્થ અમરેલી તથા (ઠાકોર) જયેશજી ભાવાજી ગેમરજીને મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઇ જે આધારે પોલીસ અધિક્ષક, પાટણ નાઓએ સામાવાળાઓને શોધી કાઢવા કરેલ સુચના આધારે એલ.સી.બી પાટણના પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા બન્ને બુટલેગર્સ ને શોધી પકડી લાવી તા.૦૫/૦૯/૨૦૨૪ ના રોજ બન્ને ઈસમોને મધ્યસ્થ જેલ અમરેલી તથા મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી સંલગ્ન બીએડ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટેનો મોક રાઉન્ડ વેબસાઈટ પર મુકવામાં આવ્યો..

પાટણ તા. ૨૦હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન બી....

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહાત્મા જ્યોતિબા ફુલે ની જન્મ જયંતી પર્વની ઉજવણી કરાઈ.

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહાત્મા જ્યોતિબા ફુલે ની જન્મ જયંતી પર્વની ઉજવણી કરાઈ. ~ #369News

ફતેહસિંહરાવ લાઇબ્રેરીના મને જાણો કાર્યક્રમ અંતર્ગત “મનનો માળો’” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું..

પાટણ તા. 17પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા...