fbpx

લોકસભાની ચૂંટણીની તારીખ નક્કી થાય અને આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે પાલિકા દ્વારા વિકાસ કામોની પ્રક્રિયાતેજ બનાવાઈ…

Date:

શહેરના બાકી વિકાસ કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા તેમજ મંજૂર કામોના વર્ક ઓર્ડર ની કામગીરી હાથ ધરાઈ..

પાટણ તા. ૧૧
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ક્યારે લોકસભાની ચૂંટણી ની તારીખ જાહેર થાય અને આચાર સહિતા લાગુ પડે તે પહેલા પાટણ નગરપાલિકા દ્વારા બાકી વિકાસના કામો સત્વરે પૂર્ણ થાય તે માટે કામગીરી તેજ બનાવવામાં આવી હોવાનું પાલિકાના સૂત્ર તરફથી જાણવા મળ્યું છે.

પાટણ નગર પાલિકા દ્વારા હાલમાં આગામી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય અને આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે શહેરના તમામ વિકાસ કામો ની બાકી ટેન્ડરિંગ પ્રક્રિયા સાથે વિકાસ કામોના વર્ક ઓર્ડર ની કામ ગીરી તેજ બનાવવામાં આવી છે.

જેમાં શહેરના બાકી રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, પાણીની નવીન પાઈપ લાઈન સહિત શહેરના બાકી વિકાસ કામો માટે ની ટેન્ડરિંગ પ્રક્રિયા તેમજ જે કામો મંજૂર થયા છે અને જેઓની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટેન્ડરો આવ્યા છે તેનું નોગેસેસ કરી વકૅ ઓડૅર આપવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

તો હાલમા નગરપાલિકા દ્વારા શહેરના પદ્મનાભ મંદિર તરફ જવાના ચાર રસ્તા નજીક ના નાળામાં ભરાતા પાણીના નિકાલ માટે રેમ્પ બનાવવાની કામગીરી સાથે આ વિસ્તારમાં પુરૂ પાડવામાં આવતી પાણી ની મુખ્ય પાઈપલાઈનમાં સજૉયેલી ભંગાણ ની કામગીરી પણ તેજ બનાવવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શેઠ એમ એન હાઈસ્કૂલ, પાટણ ના બે બાળકલાકારો ની કલા ઉત્સવમા ઝોન કક્ષા માટે પસંદગી કરાઈ..

પાટણ તા. 27સર્વ શિક્ષા અભિયાનગાંધીનગર, આયોજિત કલા ઉત્સવ 2023...

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પવૅ નિમિત્તે ધ્વજ વંદન કરાયું..

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પવૅ નિમિત્તે ધ્વજ વંદન કરાયું.. ~ #369News