fbpx

પાટણ પાલિકાની વેરા શાખા દ્વારા વોર્ડ નંબર 1,9 અને 11 માં 50 હજારથી ઉપરની બાકી વેરાની રકમના 125 થી વધુ મિલકત ધારકોને આખરી નોટિસ ઈસ્યુ કરાશે..

Date:

પાટણ તા. ૧૯
પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો પાસેથી વેરાની રકમ વસુલાત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જુમ્બેશ દરમિયાન વેરા શાખા દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 200 જેટલા નળ કનેક્શન અને 80 જેટલા ભૂગર્ભ કનેક્શન કાપી બાકી વેરા મિલકત ધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

વેરા શાખા દ્વારા તારીખ 20 ફેબ્રુઆરી ને મંગળવાર થી રૂપિયા 50,000 થી વધુના બાકી વેરા હોય તેવા વેરા મિલકત ધારકોને નોટિસ ની બજવણી કરી તેમની બાકી રકમ ભરપાઈ કરવા કડક સૂચના આપવામાં આવશે અને નગરપાલિકાની વેરા શાખા દ્વારા નોટિસની બજવણી બાદ પણ બાકી વેરા મિલકત ધારક દ્વારા પોતાની બાકી રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મંગળવારે વેરા શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર 1,9 અને 11 માં 125 થી વધુ બાકી વેરા મિલકત ધારકોને નોટિસ ઇસ્યુ કરી ત્રણ દિવસની મહોલત આપવામાં આવશે અને મહોલત વિત્યા બાદ બાકી વેરાની રકમ ભરપાઈ નહીં કરનાર મિલકત ધારકોની મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાટણ નગરપાલિકાની વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે ઉપરોક્ત કામગીરીને લઈને સોમવારે સાંજે વેરા શાખા ની તમામ ટીમોને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનો કર્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના બગવાડા નજીક આવેલ હજરત કાલુ શહિદ (ર. અ. ) નો સદલ શરિફ ઉજવાયો..

દોસ્તના મહોલ્લા માથી સંગીતના સૂરો સાથે ચાદર સહિત સદલ...

પાટણ પાલિકામાં સમાવિષ્ટ કરાયેલ હાશાપુર વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીના પોકારો ઉઠ્યા..

પાટણ પાલિકામાં સમાવિષ્ટ કરાયેલ હાશાપુર વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીના પોકારો ઉઠ્યા.. ~ #369News

પાટણ શ્રમજીવી વિસ્તારની આંગણવાડીના ભુલકાઓની પ્રવૃત્તિઓએઅધિકારીઓને પણ પ્રભાવીત કયૉ..

પાટણ તા. 26 પાટણ શહેરમાં આવેલ શ્રમજીવી વિસ્તારની આંગણવાડી...