fbpx

પાટણ સરસ્વતી જળાશયમાં સુજલામ સુફલામ ના પાણી છોડાતા ખેડૂતો મા ખુશી છવાઈ…

Date:

પાટણ તા. ૨૦
પાટણ પંથકના ખેડૂતો ની માંગ અને સ્થાનિક નેતાઓની રજુઆત ને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા
સરસ્વતી જળાશયમાં સુજલામ સુફલામ કેનાલ મારફત પાણી છોડાતા પંથકના ખેડૂતો મા ખુશી વ્યાપી જવા પામી છે.

પાટણના સરસ્વતી જળાશયમાં સુજલામ્ સુફલામ કેનાલના પાણી છોડવાની ખેડૂતોની ધણા સમયની માંગ સાથે સ્થાનિક નેતાઓની રજુઆતને ધ્યાનમાં રાખીને મંગળવારે તંત્ર દ્વારા સરસ્વતી જળાશયમાં સુજલામ્ સુફલામ કેનાલ મારફત પાણી છોડવામાં આવતા સરસ્વતી જળાશય છલકાતા સરસ્વતી જળાશય વિસ્તારમાં આવતા પાટણ તાલુકાના ૨૩ થી વધુ ગામોને આ પાણી નો લાભ મળશે.

તો જળાશયમાં પાણી છોડાતાં આ પંથકના પાણીના સ્તર પણ ઉંચા આવશે જયારે વાવેતર માટે ખેડુતોને પણ અંશતઃ લાભ મળશે અને ખેડૂત આથિર્ક રીતે સક્ષમ બનશે.પાટણની સરસ્વતી જળાશય મા સુજલામ સુફલામ ના પાણી છોડવામાં આવતા પંથકના ખેડૂતો એ ખુશી સાથે તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ છ થી આઠ માટે આ સત્ર થી ભણાવાશે ગીતા ના સિધ્ધાંતો અને મૂલ્યો..

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પુસ્તકને આવકાર આપ્યો… પાટણ તા....

પાટણ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે 50000 ના ફુલસ્કેપ ચોપડા અને 15000 નોટબુકો ઉપલબ્ધ બનાવાય..

પાટણ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે 50000 ના ફુલસ્કેપ ચોપડા અને 15000 નોટબુકો ઉપલબ્ધ બનાવાય.. ~ #369News #JalaramMandir