fbpx

પાટણના શંખેશ્વર હાઇવે માર્ગ પર વેગનઆર સાથે પીક અપ ડાલુ અથડાતા બન્ને વાહનોમાં આગ ભભૂકી : બે લોકો બળીને રાખ થયા..

Date:

પાટણ તા. ૧૫
પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક શુક્રવારની વહેલી સવારે અગમ્ય કારણોસર માર્ગ પરથી પસાર થઈ રહેલી વેગનઆર ગાડી સાથે પીકઅપ ડાલુ અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બંને ગાડીઓમાં આગ ભભૂકી ઊઠતા ગાડીમાં સવાર બે વ્યક્તિ બળીને રાખ થતા સનસનાટી મચી જવા પામી હતી. તો બનાવના પગલે માર્ગ પર લોકો દ્વારા બચાવ રાહતની કામગીરી સાથે પોલીસને જાણ કરાતા પોલીસે પણ ઘટના સ્થળે આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ ગમખ્વાર અકસ્માતની મળતી હકીકત મુજબ શુક્રવારની વહેલી સવારે શંખેશ્વર – પંચાસર- દશાવાડા માર્ગ પર થી પસાર થતી વેગનઆર ગાડી સાથે પીકડાલા અથડાતા ગમખ્વાર અકસ્માત સજૉતા બન્ને વાહનો માં આગ ભભૂકી ઉઠી હતી જેને કારણે માગૅ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો મા અફડા તફડી મચી જવા પામી હતી.

તો અકસ્માત બાદ બંન્ને ગાડીમાં લાગેલી આગના કારણે ગાડીમાં સવાર બે મુસાફરો આગની ઝપેટમાં આવતાં બળીને રાખ થતાં લોકો ના ટોળાએ ગાડીમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસ હાથ ધરી પોલીસ ને જાણ કરતા પોલીસે ધટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શંખેશ્વર માગૅ પર વહેલી સવારે બનેલ અકસ્માત ની ધટનાને પગલે સનસનાટી મચી જવા પામી હતી.તો પીકઅપ ડાલા નો ચાલક અકસ્માત સર્જી ધટના સ્થળે થી ફરાર થઈ ગયો હોવાનું બનાવ સ્થળ પર ઉપસ્થિત લોકો એ જણાવ્યું હતું.

પાટણના શંખેશ્વર હાઇવે માર્ગ પર શુક્રવારે સવારે બનેલ અકસ્માતની ઘટનામાં વેગનઆર ગાડી વિરમ ગામ તરફથી શંખેશ્વર આવી રહી હતી જ્યારે પીકપ ડાલુ શંખેશ્વર થી વિરમગામ તરફ જઈ રહ્યું હતું આ અકસ્માતમાં બંને ગાડીમાં લાગેલી આગમાં મૂળ પશ્ચિમ બંગાળના અને હાલમાં રાજસ્થાન ઉદયપુર ખાતે રહેતા રાહુલ રણજીતભાઈ લોઢા તેમજ રાજસ્થાનના અલવર ગામના રવિન્દ્ર ગુલાબચંદ સૈનિ નામના બે વ્યક્તિઓના મોત નીપજયા હોવાનું બનાવની તપાસ કરી રહેલા શંખેશ્વર પી.આઈ. વસાવાએ  જણાવ્યું  હતું

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં માત્ર 4 વર્ષના મહોમ્મદ સઉદે અલ્લાહ ની બંદગી માટે રોઝા રાખ્યા..

પાટણમાં માત્ર 4 વર્ષના મહોમ્મદ સઉદે અલ્લાહ ની બંદગી માટે રોઝા રાખ્યા.. ~ #369News

ક્રિષ્ના ગ્રુપ ઓફ પાટણ દ્વારા ગોપાલક વિધાલય ખાતે સન્માન સમારોહ-2023 યોજાયો..

પાટણ તા.૨પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ અને સામાજિક સંગઠનો...

“સખી” વન સ્ટોપ સેન્ટર પાટણ દ્વારા પતિ- પત્ની ના ઝઘડાનું સુખદ સમાધાન કરાવ્યું.

પાટણ તા. ૨૬ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ...