fbpx

પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટની કારોબારી બેઠકમાં ૧૮ માં સમૂહ લગ્નની તારીખ સવૉનુમતે નક્કી કરવામાંઆવી.

Date:

પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટે સમૂહ લગ્નના આયોજન થકી અત્યાર સુધીમાં ૩૨૬૮ યુવા-યુવતીઓને લગ્ન ગ્રંથી જોડયા છે : ચંદનજી ઠાકોર…

પાટણ તા. ૧૬
પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટ ની કારોબારી મિટિંગ શનિવારે પાટણ ખાતે ટ્રસ્ટના પ્રમુખ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ મીટીંગ માં પાટણ જિલ્લા ઠાકોર સમાજ ના ૧૮ મા સમુહ લગ્ન ના આયોજન બાબતે વિચાર વિમશૅ કરી સવૉનુમતે તારીખ ૧૨ મેં ને વૈશાખ સુદ પાંચમ ના રોજ ૧૮ મો સમુહ લગ્નોત્સવ યોજવાનું નકકી કરવામાં આવ્યું હતું.

આ મિટીંગ મા પાટણ ઠાકોર સમાજના શૈક્ષણિક સંકુલ બાબતે પણ કમિટીના સભ્યો સહિત સમાજ આગેવાનોએ ચર્ચા વિચારણા કરી ઠાકોર સમાજની ઉન્નતિ માટેના પ્રયાસોને વેગવાન બનાવવા સૂચનો કર્યા હતા.

પાટણ ઠાકોર સમાજના ટ્રસ્ટી પ્રમુખ અને સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જે સમૂહ લગ્ન દ્વારા અત્યાર સુધીમાં ૩૨૬૮ થી વધુ સમાજના યુવા- યુવતીઓ સમાજના રીત રિવાજ મુજબ અને સમાજની સાક્ષી એ લગ્નગ્રંથિ થી જોડાઈને પોતાનું સુખી દાંપત્ય જીવન પ્રસાર કરી રહ્યા છે ત્યારે આગામી તા.૧૨ મેં ના રોજ ૧૮ મા સમૂહલગ્ન નું આયોજન કરી ઠાકોર સમાજે પરિવારની ભાવનાને ઉજાગર કરી સમાજ ઉન્નતિ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્માના ઇન્દિરા નગર મિયાવાસમાં ખાટલો ઢાળવા ની બાબતે એક શખ્સનું ઢીમ ઢાળી દીધું…

મૃતકની પત્નીએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો...

પાટણ નગરપાલિકાની તાંત્રિક વિભાગની પ્રથમ બેઠક પાલિકા ખાતે મળી..

પાટણ નગરપાલિકાની તાંત્રિક વિભાગની પ્રથમ બેઠક પાલિકા ખાતે મળી.. ~ #369News