રાધનપુરની અંજુમન સાર્વજનિક વિદ્યાલયમાં બીજા સેશનની પરીક્ષામાં કાપલી દ્વારા કોપી કરતા વિદ્યાર્થી ઝડપાયો..
પાટણ તા. ૧૮
ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષા દરમિયાન સોમવારે પાટણ જિલ્લાના રાધનપુર સેન્ટર ખાતે અંજુમન સાર્વજનિક વિદ્યાલયમાં બપોરના સેશનમાં પરીક્ષા આપી રહેલ એક વિદ્યાર્થી કાપલી કરતા ઝડપાતા પાટણ જિલ્લામાં પ્રથમ કોપી કેસ નોંધાયો હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
શિક્ષણ વિભાગના સૂત્રો તરફથી પરીક્ષાલક્ષી મળતી હકીકત મુજબ સોમવારે ધોરણ 10 માં વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું હતું જેમાં કુલ 17289 પરીક્ષાર્થીઓ પૈકી 16753 પરીક્ષાર્થી
ઓએ પરિક્ષા આપી હતી જયારે 536 પરીક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.
તો ધોરણ 12 મા સવારના સેસન્સ મા વાણિજ્ય વ્યવસાયની પરીક્ષામાં કુલ 2076 પરીક્ષાર્થીઓ પૈકી 2065 પરીક્ષાર્થીઓએ પરિક્ષા આપી હતી જયારે 11 પરીક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.
જ્યારે ગણિતના પેપરમાં કુલ 477 પરીક્ષાર્થી ઓ પૈકી 472 પરીક્ષાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 5 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો બપોરના સેશનમાં સંસ્કૃત મધ્યમાં અનિવાર્ય સંસ્કૃત ની પરીક્ષામાં કુલ 21 વિદ્યાર્થીઓ પૈકી તમામ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. જ્યારે બપોરના સેશનની પરીક્ષામાં રાધનપુર કેન્દ્રના અંજુમન સાર્વજનિક વિદ્યાલયમાં એક વિદ્યાર્થી કાપલી દ્વારા કોપી કેસ કરતા ઝડપાયો હોય જેની સામે કોપી કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સાથે પાટણ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા દરમિયાન પ્રથમ કોપી કેસ નોંધાયો હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી