પ્રોહી ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી લેતી સમી પોલીસ.

પાટણ તા. ૧
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે વિવિધ ગુનાઓ માટે સંડોવાયેલ અને નાસતા ફરતાં આરોપીઓને પકડવા અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવાં સૂચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિ. રાધનપુર વિભાગ તથા સર્કલ પીઆઈ રાધનપુર નાઓના માર્ગદર્શન આધારે પો. સ. ઈ. કે. એચ. સુથાર નાઓએ નાસતાં ફરતાં આરોપી બાબતે બાતમી મેળવી અત્રેના પો.સ્ટે.ના પોલીસ માણસોની ટીમ બનાવી સમી પોલીસ મા બે વષૅ અગાઉ નોધાયેલ પ્રોહી ગુના ના નાસતા ફરતા આરોપી ને રાજસ્થાન રાજ્યમાં મોકલી અત્રેના પોસ્ટેના ગુનામાં છેલ્લા બે વર્ષથી કલમ ૭૦ મુજબના ધરપકડ વોરન્ટથી નાસતા ફરતાં આરોપીની રેકી તપાસ કરી નાસતાં ફરતાં આરોપી રૂગનાથરામ ઉર્ફે રઘુનાથ દયારામ બિશ્નોઈ રહે.અજાણિયોકી ધાણી તા.ધોરીમન્ના જી.બાડમેર રાજસ્થાન વાળાને હસ્તગત કરી સમી પોસ્ટે ગુ.ર.નં.૦૬૨૯/૨૨ પ્રોહી ક.૬૫એઈ વિ. મુજબના ગુનાના કામે પકડી પાડી ગુનાના કામે અટક કરવામાં આવેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.